Ahmedabad : કાલુપુરમાં જર્જરિત મકાન સેકન્ડોમાં થયું ધરાશાયી, વીડિયો થયો વાયરલ- જુઓ Video
અમદાવાદના કાલુપુરમાં જર્જરિત મકાન ધરાશાયી થયું હોવાની ઘટના બની હતી. ત્યારે કાલુપુરમાં માતાવાળી પોળમાં જર્જરિત મકાન માત્ર 5 સેકન્ડમાં પત્તાની જેમ વિખેરાઈ ગયુ હતું.
ચોમાસામાં જર્જરિત થયેલા કેટલાક મકાન કે બિલ્ડીંગ ધરાશાયી થતી હોવાની ઘટના અવારનવાર બનતી હોય છે. ત્યારે અમદાવાદના કાલુપુરમાં જર્જરિત મકાન ધરાશાયી થયું હોવાની ઘટના બની હતી. ત્યારે કાલુપુરમાં માતાવાળી પોળમાં જર્જરિત મકાન માત્ર 5 સેકન્ડમાં પત્તાની જેમ વિખેરાઈ ગયુ હતું.
મકાન જમીનદોસ્ત થવાની આ ઘટના કેમરામાં કેદ થઈ છે. પહેલા એક બે ઈંટો મકાનમાં પડી અને પછી એકાએક બેમાળનું ઘર જમીનદોસ્ત થયું હતુ. મકાન ધરાશાયી થતા આસપાસના વિસ્તારોમાં ભાગદોડ મચી હતી. મકાનનો કાટમાળ ધસી પડતા આસપાસના મકાનમાં રહેતા કેટલાક લોકો માટે રસ્તો બંધ થતા ફસાયા હતા. જેમાં ફાયર બ્રિગેડે તમામ 10 લોકોને રેસ્ક્યૂ કરી લીધા હતા. મકાન દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
