બોલ માડી અંબેના નાદથી ગુજયું અંબાજી મંદિર પરિસર, ભાદરવી પૂનમને લઇને ભકતો ઉમટ્યા

ગુજરાતના અંબાજીમાં મંદિરમાં ભાદરવી પૂનમ નિમિત્તે દર્શનનો વિશેષ મહિમા હોવાના લીધે ભક્તો માં અંબાના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે.

ગુજરાતના બનાસકાંઠામાં આવેલા સુપ્રસિદ્ધ અંબાજીમાં મંદિરમાં ભાદરવી પૂનમને લઇને ભક્તો દર્શન કરવા માટે ઉમટ્યા છે. જેમાં માતાજીની મંગળા આરતીમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. તેમજ ભાદરવી પૂનમ નિમિત્તે દર્શનનો વિશેષ મહિમા હોવાના લીધે ભક્તો માં અંબાના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. જેમાં આજે લાખો ભક્તો અંબાજી મંદિરમાં દર્શન કરવામાં આવશે તેવો અંદાજ છે.

મંદિરમાં પ્રવેશતા જ કેમેરા લગાવવામાં આવ્યા છે

શક્તિપીઠ અંબાજી અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે લાખો ભક્તો માં અંબાના દર્શન માટે અંબાજી મંદિર આવતા હોય છે. અંબાજીમાં પાકીટ ચોરીના બનાવો ભીડમાં બનતા હોય છે. જે અટકાવવા હવે પોલીસે ટેકનોલોજીની મદદ લીધી છે. મંદિરમાં પ્રવેશતા જ કેમેરા લગાવવામાં આવ્યા છે, જે ચોરી અને અસામાજીક પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોને ઓળખી પોલીસને જાણ કરશે.

પોલીસ અને મંદિર ટ્રસ્ટ દ્વારા ફેસ રીકગનાઈઝ સિસ્ટમ કાર્યરત કરાઈ
આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને કલેકટર આનંદ પટેલ અને પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલના માર્ગદર્શન હેઠળ અત્યંત આધુનિક હાર્ડવેર અને સોફટવેર ધરાવતા કેમેરા દ્વારા અંબાજીમાં દર્શનાર્થે પધારતા યાત્રિકોને સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે.

અંબાજીમાં આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ યુક્ત ફેસ રીકગનાઈઝ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આ સિસ્ટમમાં ગુનાહિત પ્રવૃતિઓ અને સંદિગ્ધ વ્યક્તિઓ તથા સુલેહ-શાંતિનો ભંગ કરતા ઈસમો ઉપર બાઝ નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે, પીએમ મોદી અને અમિત શાહ સાથે કરશે શુભેચ્છા મુલાકાત

આ પણ વાંચો : ગુજરાતમાં હજુ પણ યથાવત રહેશે મેઘમહેર, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

Click on your DTH Provider to Add TV9 Gujarati