ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે, પીએમ મોદી અને અમિત શાહ સાથે કરશે શુભેચ્છા મુલાકાત

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સોમવારે એક દિવસના દિલ્લી પ્રવાસે છે. સીએમ પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહ  મંત્રી અમિત શાહ  સાથે શુભેચ્છા મુલાકાત કરશે

ગુજરાતના(Gujarat) મુખ્યપ્રધાન પદનો ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમવાર ભૂપેન્દ્ર પટેલ(Bhpendra Patel) દિલ્લી દરબારમાં જશે . નવ નિયુક્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે એક દિવસના દિલ્લી(Delhi) પ્રવાસે છે. સીએમ પ્રધાનમંત્રી મોદી(PM Modi) અને કેન્દ્રીય ગૃહ  મંત્રી અમિત શાહ(Amit Shah) સાથે શુભેચ્છા મુલાકાત કરશે.જ્યાં પ્રધાનમંત્રી સહિત મોવડી મંડળ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરશે.

ભૂપેન્દ્ર પટેલના આજના કાર્યક્રમ પર નજર કરીએ તો 10 કલાકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે શુભેચ્છા મુલાકાત કરશે.તો 12 કલાકે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરશે.જ્યારે સાંજે 4 કલાકે પ્રધાનમંત્રી મોદી સાથે શુભેચ્છા બેઠક યોજશે.

જ્યારે રાત્રે 10 કલાકે ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ પરત આવવા રવાના થશે.ત્યારે ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરશે. મહત્વપૂર્ણ છે કે મુખ્યપ્રધાન બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર PM મોદીને રૂબરૂ મળશે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આનંદીબેન પટેલ સાથે પણ મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી બન્યા બાદ ભુપેન્દ્ર પટેલ ચર્ચામાં છે. CM પદની શપથ બાદ તેઓએ રાજ્યના મંદિરોમાં દર્શન કર્યા. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદીના જન્મદિને કાર્યક્રમોમાં ભાગ પણ તેઓએ લીધો હતો.

તાજેતરમાં તેમણે આનંદીબહેના આશીર્વાદ લીધા. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ શનિવારે જ અમદાવાદ આવ્યા છે. સામાજિક કારણોસર ઉત્તરપ્રદેશના રાજ્યપાલ 2 દિવસ ગુજરાત પ્રવાસે છે. આ પ્રસંગે ભુપેન્દ્ર પટેલે તેમની મુલાકાત લીધી.

સામાન્ય રીતે નવી સરકાર બન્યા બાદ રોજ નવી ચહલપહલ જોવા મળી રહી છે. તેમજ CM બન્યા બાદ ભુપેન્દ્ર પટેલ સતત રાજકીય લોકો અને કાર્યકર્તાઓની મુલાકાત લઇ રહ્યા છે. આ તમામ વચ્ચે તેઓ દિલ્હીમાં પ્રધાનમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓની મુલાકાત લેશે.

આ  પણ વાંચો : ગુજરાતમાં હજુ પણ યથાવત રહેશે મેઘમહેર, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો : પ્રેમ પ્રકરણમાં હત્યા મુદ્દે ગુજરાત દેશમાં બીજા નંબરે, જાણો ટોપ 5 રાજ્યોના આંકડા

Click on your DTH Provider to Add TV9 Gujarati