Devbhoomi Dwarka: રાજ્યભરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત, ખંભાળિયામાં ઢોરે ધડબડાટી મચાવતા લોકોમાં અફરાતફરીનો માહોલ, જુઓ Video

નગરગેટ નજીક રસ્તા પર રખડતા ઢોરે વાહનોને ભારે માત્રામાં નુકસાન પહોંચાડ્યું છે. નગરપાલિકા સમક્ષ વારંવાર લોકોની રજૂઆત કરવા છતા પણ રખડતા ઢોર સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2023 | 1:20 PM

રાજ્યભરમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે. એવામાં દેવભૂમી દ્વારકાના ખંભાળિયા શહેરમાં પણ રખડતા ઢોરના આતંકથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. નગરગેટ નજીક રસ્તા પર બે ઢોરે ધડબડાટી મચાવતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જોયો છે. નગરગેટ નજીક રસ્તા પર રખડતા ઢોરે વાહનોને ભારે માત્રામાં નુકસાન પહોંચાડ્યું છે. નગરપાલિકા સમક્ષ વારંવાર લોકોની રજૂઆત કરવા છતા પણ રખડતા ઢોર સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જેના કારણે લોકોમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોમાં રખડતાના ઢોરના કારણે લોકો ઈજાગ્રસ્ત પામ્યા છે.

આ પણ વાંચો : Devbhoomi Dwarka: જગત મંદિરના પરિસરની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય, તંત્ર ક્યારે આપશે ધ્યાન?

રાજ્યમાં સર્વે પ્રક્રિયા હાથ ધરાઈ

ગુજરાતમાં રખડતા ઢોરના કારણે થતા અકસ્માતોને ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં લોકોને સૌથી વધુ ઇજા આખલાઓના કારણે થતી હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારબાદ નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉપક્રમે સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યમાં 50 હજારની આસપાસ રખડતા આખલા હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારે આ આખલાઓનું ખસીકરણ કરીને તેમની વસ્તી નિયંત્રણમાં લાવી આતંક ઓછો કરવાનો પ્રયાસ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના માટે મેડિકલ એડવાઇસ પણ લેવામાં આવી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">