AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navsari : ડીઝલમાં બેફામ ભાવવધારાને પગલે માછીમારોની અચોક્કસ મુદતની હડતાળ

1 હજાર ફિશિંગ બોટમાં અંદાજીત ડીઝલનો વપરાશ 30 હજાર કરોડ લીટરનો થાય છે. તેવામાં ડીઝલના ભાવ આસમાને પહોંચતા માછીમારોને બોટ ચલાવવી મુશ્કેલ બની છે. બીજી તરફ મચ્છીનો પણ ભાવ ઉંચો નહીં મળતા માછીમારોએ સરકાર પાસે સબસીડી આપવાની માગ કરી હતી

Navsari : ડીઝલમાં બેફામ ભાવવધારાને પગલે માછીમારોની અચોક્કસ મુદતની હડતાળ
માછીમારો અચોક્કસ મુદ્દતની હડતાળ પર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2023 | 9:29 AM
Share

માછીમારી માટે જતી બોટ ટ્રેલરોમાં વપરાતા ડીઝલમાં બેફામ ભાવવધારો થયો છે. ત્યારે માછીમારોએ ડીઝલના ભાવમાં ઘટાડાની માગ સાથે સેંકડો બોટ ધોલાઈ બંદરે લાંગરી દીધી હતી અને અચોક્કસ મુદતની  હડતાળ ઉપર ઉતરી ગયા હતા.  દરિયામાંથી માછીમારીનો ખર્ચ નહીં મળતા હાલના સમયમાં માછીમારોને ગુજરાન ચલાવવુ મુશ્કેલ બન્યુ છે, તેવુ માછીમારોનું કહેવું છે.  1 હજાર ફિશિંગ બોટમાં અંદાજીત ડીઝલનો વપરાશ 30 હજાર કરોડ લીટરનો થાય છે. તેવામાં ડીઝલના ભાવ આસમાને પહોંચતા માછીમારોને બોટ ચલાવવી મુશ્કેલ બની છે. બીજી તરફ મચ્છીનો પણ ભાવ ઉંચો નહીં મળતા માછીમારોએ સરકાર પાસે સબસીડી આપવાની માગ કરી હતી.

માછીમાર વ્યવસ્થાપક સમિતિના જણાવ્યા મુજબ નવસારી અને વલસાડ જિલ્લાની 1000 ફિશિંગ બોટનો 9 મહિના દરમિયાન અંદાજિત ડીઝલનો વપરાશ 30 કરોડ લીટરનો છે. માછીમારોને સરકાર પેટ્રોલ પમ્પ પરથી જ સબસિડી આપે તેવી વર્ષોથી માગ કરી રહ્યા છે. જે પુરી નથી થઈ. કોરોના મહામારી, વારંવાર દરમિયામાં ઉઠતા તોફાનો જેવી કુદરતી આપત્તિને કારણે આર્થિક સંકટ વધી ગયુ હતુ. પરંતુ તેમને કોઈ સરકારી સહાય મળી નથી તો ગ્લોબલ વોર્મિંગને કારણે દરિયામાંથી માછલી પણ સહેલાઈથી મળતી નથી. જેમાં માછીમારોને વધુ દરિયો ખુંદવો પડે છે. આટલી જહેમત બાદ કિનારે દરિયાઈ માલની ખરીદી કરનારા સપ્લાયરો તરફથી પોષણક્ષમ ભાવ મળતો નથી.

દેવભૂમિ દ્વારકાના  માછીમારોએ ડીઝલ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો હતો પત્ર

દેવભૂમિ દ્વારકાના આર. કે. બંદર, ડાલડા બંદર ઉપર કામ કરતા 33 હજાર માછીમારોની રોજગારીનો પ્રશ્ન ઉભો થયો છે, કેમ કે ડીઝલના ભાવ તેમને બજાર ભાવ કરતાં 3.70 રૂપિયા વધારે ચુકવવા પડે છે, હવે આવું કેમ તે સવાલ ઉભો થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા ગામ નજીક આવેલા આર. કે. બંદર, ડાલડા બંદર પર 33 હજાર માછીમાર રોજીરોટી મેળવી રહ્યા છે, પરંતુ હાલ તેમની ફિકર એ છે કે બોટમાં તેઓ જે પેટ્રોલ ભરાવે છે તેનો ભાવ 3 રૂપિયા 70 પૈસા વધારે ચુકવવો પડે છે, જ્યારે બજાર ભાવ સસ્તો છે, માછીમાર ભાઈઓની માગ છે કે તેમને માછીમારી માટે મુક્ત બજારમાંથી ડીઝલ મળી રહે, તે માટે તેમણે મુખ્યપ્રધાન સુધી લેખિત રજૂઆત કરી છે

2019માં 60 રૂપિયા લીટર ડીઝલની ખરીદી કરી માછીમારો માછીમારી કરતા હતા, પરંતુ હવે બોટ માલિકોને 100 રૂપિયા ડીઝલ પરવડતું નથી અને જો ખરીદી કરી દરિયામાં માછીમારી કરવા જાય તો કિનારા પર આવ્યા બાદ માછલીના યોગ્ય ભાવ મળતા નથી. ત્યારે સરકારને વર્ષોથી રજૂઆત કરતા કોઈ ઉકેલ ન આવતા હવે હજારો માછીમારોની રોજગારી છીનવાઈ રહી છે. ત્યારે આ જ માછીમારો સરકાર પાસે આશ રાખી બેઠા છે કે તંત્ર કયારે હવે આ અંગે અસરકાર પગલાં લેશે.

g clip-path="url(#clip0_868_265)">