AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડે કરી હાકલ,  જ્ઞાતિ-જાતિના વાડા ભૂલી સૌપ્રથમ સાચા હિંદુ બનો- Video

સુરતમાં ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડે કરી હાકલ, ” જ્ઞાતિ-જાતિના વાડા ભૂલી સૌપ્રથમ સાચા હિંદુ બનો- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2026 | 8:00 PM
Share

સુરતમાં ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડે ખેલૈયાઓને હાકલ કરતા કહ્યુ કે એક બનો, નેક બનો અને જ્ઞાતિ-જાતિના વાડા ભૂલી સૌપ્રથમ સાચા હિંદુ બનો.

સુરતમાં રાજરંગ નવરાત્રિ 2.0 ના મંચ પર લોકસાહિત્યકાર દેવાયત ખવડ ઉપસ્થિત રહ્યા. આ તકે તેમણે મંચ ગજવ્યો અને ખેલૈયાઓને સૌપ્રથમ સાચા દેશવાસી બનવાની હાકલ કરી. ખવડે કહ્યુ એક બનો, નેક બનો અને જ્ઞાતિ-જાતિના વાડા ભૂલી સૌપ્રથમ સાચા હિંદુ બનો. ખવડે કહ્યુ જો આપણે સાચા હિંદુ બનીશું તો વિશ્વમાં કોઈની તાકાત નથી ભારત સામે મીટ માંડવાની. ખવડે આપણી સંસ્કૃતિ, વારસો અને ઈતિહાસ જળવાઈ રહે તે અંગે હાલક કરી.

આ તકે ખવડે દીકરીઓને સંસ્કાર આપવાની હિમાયત કરતા કહ્યુ, શિવાજી, મહારાણા પ્રતાપ, અને ભગતસિંહ જેવા સપૂતો પેદા કરવાનું આહ્વાન કર્યુ. ખવડે રાજરંગ નવરાત્રિ 2.0 ના મંચ પ વગાડો સરકારી ની રમઝટ સાથે લોકપ્રિય બોલિવુડ ગાઈને ખેલૈયાઓને સરપ્રાઈઝ આપી હતી. સાથોસાથ ખવડે એ પણ સ્પષ્ટ કર્યુ કે હું તો ડાયરા કરુ છુ એ બધા જાણે જ છે અને ભગવાનને પ્રાર્થના કરુ છુ કે મારે ડાયરા જ કરવા છે, કારણ કે આપણે બધા ગાવા માંડશુ તો સાહિત્ય ક્યાં જશે. લોકસાહિત્યનને આપણે જીવતુ રાખવાનું છે.

શું કોઈ માલેતુજારનું બાળક ખુલ્લી ગટરમાં પડ્યુ હોત તો તેને શોધવામાં આટલો વિલંબ થતો ખરો? અમદાવાદમાં ખુલ્લી ગટરમાં પડેલી પ્રજ્ઞાચક્ષુ બાળકીને 5 દિવસ બાદ પણ શોધવામાં નિષ્ફળ નઘરોળ તંત્ર

Published on: Oct 15, 2026 07:56 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">