અમદાવાદમાં ખાનગી શાળાઓની મનમાની સામે DEOની નોટિસ – જુઓ Video
નવા સત્રની શરુઆત પહેલાં જ અમદાવાદની ત્રણ ખાનગી શાળાઓ વિવાદમાં આવી છે. મણિનગર વિસ્તારમાં આવેલી નેલ્સન સ્કૂલને ખાનગી સાહિત્ય ભણાવવાને કારણે નોટિસ ફટકારવામાં આવી છે.
નવા સત્રની શરુઆત પહેલાં જ અમદાવાદની ત્રણ ખાનગી શાળાઓ વિવાદમાં આવી છે. મણિનગર વિસ્તારમાં આવેલી નેલ્સન સ્કૂલને ખાનગી સાહિત્ય ભણાવવાને કારણે નોટિસ ફટકારવામાં આવી છે. જણાવી દઈએ કે, ગયા વર્ષે પણ આ સ્કૂલ પર 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
મણિનગરની બીજી એક મુક્ત જીવન સ્કૂલ સામે પણ નોટિસ ફટકારવામાં આવી છે. RTE હેઠળના વિદ્યાર્થીઓ પાસેથી એડમિશન ફી વસૂલ્યાની ફરિયાદ મળતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એક ત્રીજી શાળાએ વાલીઓને ચોક્કસ વિક્રેતાથી જ પુસ્તક અને યુનિફોર્મ ખરીદવા દબાણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. NSUI દ્વારા DEO કાર્યાલયમાં લેખિત ફરિયાદ બાદ તમામ ત્રણ શાળાઓને નોટિસ ફટકારી છે.
NSUIએ વધુમાં આક્ષેપ કર્યો છે કે, શાળાઓ વાલીઓને ચોક્કસ જગ્યાએથી પુસ્તકો અને સ્કૂલના યુનિફોર્મ ખરીદવા દબાણ કરે છે. આ ઉપરાંત આ તમામ શાળાઓના પુસ્તકો એક જ જગ્યાએથી ઓનલાઇન પ્લેટફોર્મ પર મળે એવી પણ વ્યવસ્થા ઊભી કરાઈ છે.
