Ahmedabad : શાળા શરુ થાય તે પહેલા જ નિયમોના ભંગ, ત્રણ અલગ અલગ શાળાઓને ફટકારાઈ નોટિસ ,જુઓ Video
અમદાવાદમાં નવુ સત્ર શરુ થાય તે પહેલા શાળાઓની મનમાની સામે આવી છે. નિયમોના ભંગ બદલ ત્રણ અલગ અલગ શાળાઓને નોટિસ ફટકારાઈ છે.મણિનગરમાં નેલ્શન સ્કૂલને ખાનગી સાહિત્ય ભણાવવાને બદલે નોટિસ આપવામાં આવી છે.
અમદાવાદમાં નવુ સત્ર શરુ થાય તે પહેલા શાળાઓની મનમાની સામે આવી છે. નિયમોના ભંગ બદલ ત્રણ અલગ અલગ શાળાઓને નોટિસ ફટકારાઈ છે.મણિનગરમાં નેલ્શન સ્કૂલને ખાનગી સાહિત્ય ભણાવવાને બદલે નોટિસ આપવામાં આવી છે. ગત વર્ષો પણ નેલ્શન સ્કૂલને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. મણિનગરની મુક્ત જીવન સ્કૂલને ફી વસૂલવા બદલ નોટિસ આપવામાં આવી છે. RTEના વિદ્યાર્થીઓ પાસેથી એડમિશન ફી વસૂલ્યાની ફરિયાદ હાથ ધરવામાં આવ્યો છે. ચોક્કસ જગ્યાએથી જ પુસ્તકો અને યુનિફોર્મ ખરીદવાની ફરજ પડાય છે.
DEOની શાળાઓ સામે કાર્યવાહી
શૈક્ષણિક સત્ર શરૂ થાયએ પૂર્વે જ શાળાઓ વિવાદમાં આવી છે. અમદાવાદની શાળા સામે ચોક્કસ જગ્યાએથી જ પુસ્તકો ખરીદવા વાલીઓને દબાણ કરવાના આરોપ લાગ્યા છે. આ સાથે જ RTEના વિદ્યાર્થીઓ પાસેથી એડમિશન ફી વસૂલવાની પણ રાવ મળી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ ત્રણ શાળાઓને નોટિસ ફટકારી જવાબ રજૂ કરવા કહેવામાં આવ્યું છે.
આ સમગ્ર મામલે NSUI દ્વારા DEOમાં ફરિયાદ કરવામાં આવી હતી. NSUIના આક્ષેપ છે કે શાળાઓ વાલીઓને ચોક્કસ જગ્યાએથી પુસ્તકો અને સ્કૂલના યુનિફોર્મ ખરીદવા દબાણ કરે છે. આ ઉપરાંત આ તમામ શાળાઓના પુસ્તકો એક જ જગ્યાએથી ઓનલાઇન પ્લેટફોર્મ પર મળે એવી પણ વ્યવસ્થા ઊભી કરાઈ છે.