Gujarati Video : તાપીના વ્યારાના મદાવ પુલ પાસે મળ્યો પુરૂષનો મૃતદેહ, મૃતકના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ ખુલાસા થશે
તાપીના વ્યારામાં આવેલા મદાવ પુલ પાસેથી એક પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. પુરૂષનો મૃતદેહ પુલની એન્ગલ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી હતી.
Tapi : તાપીના વ્યારામાં આવેલા મદાવ પુલ પાસેથી એક પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. પુરૂષનો મૃતદેહ પુલની એન્ગલ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી હતી. મૃતક બારડોલીના કડોદ ગામના પૂર્વ સરપંચ સુરેશ રાઠોડ હોવાનો ખુલાસો થયો છે. જો કે ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ અને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Horoscope Today Capricorn: મકર રાશિના જાતકોને આજે કાર્યસ્થળે ફેરફાર કરવા માટે યોગ્ય સમય, સ્વાસ્થ્યમાં સુધારો થશે
વ્યક્તિએ આપઘાત કર્યો કે તેમની હત્યા થઇ તે અંગે હજુ ખુલાસો થયો નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ વધુ ખુલાસા સામે આવશે. કે વ્યક્તિનું મોત ક્યા સંજોગોમાં થયું છે. ઉલ્લેખનીય છે, મૃતક સુરેશ રાઠોડ કડોદ ગામના પૂર્વ સરપંચ અને તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય હતા. તપાસ બાદ જ વધુ ખુલાસા સામે આવે તેવી શક્યતા છે.