અમદાવાદ પોલીસે ચાઇનીઝ દોરી વેચનારની ધરપકડ કરી, સુરતથી લાવેલા 8 લાખ રૂપિયાનો માલ જપ્ત કર્યો
ઉત્તરાયણનો તહેવાર નજીક આવતાની સાથે જ ચાઇનીઝ દોરીની કાળાબજારી શરૂ થઈ, અમદાવાદ પોલીસે ચાઇનીઝ દોરીનું મોટું રેકેટ ઝડપ્યું આગળની કાર્યવાહી કરતા એક વ્યક્તિની ધરપકડ કરી છે. 8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, સુરતથી દોરી મોકલનાર વ્યક્તિ હાલ ફરાર
ઉત્તરાયણ તહેવારના આગમન પૂર્વે જ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી બજારમાં પહેલેથી જ દેખાવાની શરૂ થઇ ગઈ છે, જ્યાં વડોદરા, બારડોલી અને નડિયાદમાં દોરીથી ગળા કપાઈ જવાના કિસ્સાઓ સામે આવ્વા લાગ્યા છે. ત્યાં જ બીજી બાજુ અમદાવાદ પોલીસે રામોલ વિસ્તારના એસપી રિંગ રોડ નજીક ટ્રાવેલ્સ ગ્રાઉન્ડ પાસેથી 8.16 લાખ રૂપિયાની કિંમતની 2040 ચાઇનીઝ દોરીના ટેલરોં જપ્ત કર્યા છે આગળની કાર્યવાહી કરતા એક વ્યક્તિની ધરપકડ કરી છે. સુરતથી દોરી મોકલનાર વ્યક્તિ હાલ ફરાર છે.
ગુજરાતના સમાચાર વાંચવા અહીં ક્લીક કરો
Published on: Nov 19, 2025 06:21 PM
Latest Videos

