Dahod : છાપરી પંચાયતના બે અધિકારી પર પડ્યું વૃક્ષ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા, જુઓ Video
દાહોદના છાપરી પંચાયતના બે અધિકારી પર વૃક્ષ પડ્યું. જાહેર માર્ગ ખાતે ચાલુ એક્ટિવા પર વૃક્ષ પડવાની ઘટના બની હતી. મહિલા અધિકારી ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. તિજોરી શાખાના એકાઉન્ટન્ટને પણ ઇજા પહોંચી હતી.
Dahod: છાપરી ગામે જાહેર માર્ગ પર વૃક્ષ ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી છે. ઘટનામાં છાપરી પંચાયત શાખાના 2 અધિકારીઓને ગંભીર ઇજા પહોંચી. ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર એક્ટિવા લઇને જતા છાપરી પંચાયત શાખાના 2 અધિકારીઓ પર વૃક્ષ પડ્યું હતું. ઘટનામાં મહિલા અધિકારી અને તિજોરી શાખાના એકાઉન્ટન્ટને ગંભીર ઇજા પહોંચી. બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે માંડવી સિવિલ હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓની મુલાકાત લઈ સંવેદના વ્યક્ત કરી, જુઓ Video
સમગ્ર ઘટના નજીકના CCTVમાં કેદ થઇ હતી. CCTV ફુટેજમાં જોઇ શકાય છે. જાહેર માર્ગ પર એક્ટિવા લઇને જતા બંને અધિકારી પર અચાનક વૃક્ષ ધરાશાયી થઇ જાય છે. જેમાં બંને લોકોને ગંભીર ઇજા પહોંચે છે. હાલ તો, બંને અધિકારીઓની સારવાર ચાલી રહી છે. દાહોદમાં જાહેર માર્ગ પર વૃક્ષ ધરાશાયી આ જે ઘટના બની હતી. જેમાં પંચાયતના જ 2 અધિકારીને ઇજા પહોંચવાનો બનાવ સામે આવ્યો છે. ચાલુ એક્ટિવા પર વૃક્ષ પડ્યું અને આ દુર્ઘટના સર્જાઈ હતી.