Dahod : ધાનપુર આરોગ્ય કેન્દ્ર પર ઓપરેશન કરાવવા આવેલી મહિલાના બાળકનું થયું અપહરણ, જુઓ Video
પીડિત મહિલાના મોટા બાળક સાથે રમતા બાળકને દૂધ પીવડાવવા લઈ જાવ છું તેમ કહીને અજાણી મહિલાએ અપહરણ કર્યા છે. અપહરણની જાણ થતા જ પોલીસને સંપૂર્ણ જાણ કરવામાં આવી હતી.
દાહોદના ધાનપુરમા બાળકના અપહરણની ઘટના સામે આવી છે. ધાનપુરના આરોગ્ય કેન્દ્ર પર કુટુંબ નિયોજનનુ ઓપરેશન કરાવવા માટે આવેલી મહિલાના બાળકનું અપહરણ થયાની ઘટના સામે આવી છે. પીડિત મહિલાના મોટા બાળક સાથે રમતા બાળકને દૂધ પીવડાવવા લઈ જાવ છું તેમ કહીને અજાણી મહિલાએ અપહરણ કર્યુ છે. અપહરણની જાણ થતા જ પોલીસને સંપૂર્ણ જાણ કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લા એક સપ્તાહમાં રાજ્યભરમાં સતત અપહરણની ઘટના સતત સામે આવી રહી છે.
આ પણ વાંચો : Dahod : માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો ! ગરમ પાણી પડતા 2 વર્ષીય બાળક દાઝ્યું, જુઓ Video
નંબર વગરની ગાડીમાં અન્ય બાળકો પણ હતા
આ અગાઉ બાળ અપહરણની ઘટના બની હતી. જેમા એક બાળકે જણાવ્યું હતું કે, નંબર વગરની ગાડીમાં અન્ય બાળકો પણ બેસાડેલા હતું. ત્યારબાદ ઘટના સંદર્ભમાં બાળકના વાલી વારસ મોસીન ભાઈ કાળુભાઈ મુલતાની દ્વારા ઝંખવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદની અરજી આપવામાં આવી હતી. બીજી તરફ ઝંખવાવ બજારમાં અજાણ્યા બે ઇસમો લોકોની નજરે ચડતા તેને પકડી લીધા હતા અને આ બંને ઈસમો અપહરણની ઘટનામાં સંડોવાયેલા હોવાનું માની લઈ લોકોના ટોળાએ પોલીસને હવાલે કર્યા હતા.
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
