AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dahod: દારૂની ઘૂસણખોરી અટકાવવા 14 ચેકપોસ્ટ ઉપર સઘન ચેકિંગ, મહિસાગરમાં નાયબ મામલતદારનો દારૂ પીતો વીડિયો વાયરલ

દાહોદના જિલ્લા પોલીસ વડા બલરામ મીણા સહિતના ઉચ્ચ અધિકારીઓ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં નશાનો સામાન ઘૂસતો અટકાવવા એક્શનમાં આવ્યા છે. તો બીજી તરફ મહિસાગર જિલ્લામાં દારૂબંધીના લીરેલીરો ઉડ્યા છે અને નાયબ મામલતદાર પોતે જ દારૂની મહેફિલ માણતા હોય તેવો વીડિયો સામે આવ્યો હતો.

Dahod: દારૂની ઘૂસણખોરી અટકાવવા 14 ચેકપોસ્ટ ઉપર સઘન ચેકિંગ, મહિસાગરમાં નાયબ મામલતદારનો દારૂ પીતો વીડિયો વાયરલ
Dahod checking
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2022 | 12:48 PM
Share

31 ડિસેમ્બરની ઉજવણીને લઈ રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી દારૂનો જથ્થો ઘૂસતો અટકાવવા પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. દાહોદની ધાવડિયા સહિત 14 ચેકપોસ્ટ પર દિવસ-રાત સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે દાહોદના જિલ્લા પોલીસ વડા બલરામ મીણા સહિતના ઉચ્ચ અધિકારીઓ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં નશાનો સામાન ઘૂસતો અટકાવવા એક્શનમાં આવ્યા છે. તો બીજી તરફ મહિસાગર જિલ્લામાં દારૂબંધીના લીરેલીરો ઉડ્યા છે અને નાયબ મામલતદાર પોતે જ દારૂની મહેફિલ માણતા હોય તેવો વીડિયો સામે આવ્યો હતો. જોકે ટીવી 9 આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

દારૂ પીધેલા અધિકારીનો વીડિયા વાયરલ

મહીસાગર જિલ્લામાંથી સરકાર અને પોલીસ તંત્રને પડકાર ફેંકતો વીડિયો સામે આવ્યો છે.સરકારી કર્મચારી બાદ હવે નાયબ મામલતદાર દારૂની મહેફિલ માણતા નજરે પડયા છે…રાકેશ પરમાર નામના અધિકારી હાથમાં દારૂનો ગ્લાસ લઈને પાર્ટી કરતા જોવા મળ્યા હતા.મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે.વીડિયોમાં તેઓ હાથમાં દારૂનો ગ્લાસ પકડીને બોલી રહ્યા છે કે, ‘હું એવો સાહેબ છું કે પીધેલો હોયને જે બોલું, તે જ આવતીકાલે બોલીશ. દારૂ પીતા વીડિયોને લઈ સરકારી આલમમાં ખળભળાટ મચી ગયો છે અને નશોખોર સરકારી બાબુ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની લોકોમાં માગ ઉઠી છે. તો અહીં વાયરલ વીડિયો અંગે અનેક સવાલ ઉભા થાય છે કે, ગુજરાતમાં દારૂબંધીનો અમલ કયારે થશે?

વિવિધ બોર્ડર ઉપર સઘન પોલીસ બંદોબસ્ત

થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં ગુજરાતની વિવિધ બોર્ડર પરથી રાજ્યમાં મોટા પાયે દારૂ ઘુસાડવામાં આવતો હોય છે. ત્યારે થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇને આંતરરાજ્ય બોર્ડર પર પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.અરવલ્લીમાં શામળાજીની રતનપુર ચેકપોસ્ટ પર પોલીસની વિવિધ ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.રાજસ્થાનથી ગુજરાત આવી રહેલા લોકોની બ્રેથ એનેલાઇઝર દ્વારા તપાસ થઇ રહી છે. જિલ્લાની 6થી વધુ ચેકપોસ્ટ પર ડીવાયએસપી અને પીઆઇ સહિત કુલ 100થી વધુ પોલીસ કર્મીઓનો કાફલો બોર્ડર પર તૈનાત છે.બીજી તરફ જિલ્લાના આંતરિક રસ્તાઓ પર પણ ચેકપોસ્ટ બનાવવામાં આવ્યા છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">