દાહોદના ધારસભ્ય કનૈયાલાલ કિશોરીની અનોખી પહેલ, બિરસા મુંડા ટ્રસ્ટ દ્વારા આયોજીત સમૂહ લગ્નમાં તેમને કર્યા લગ્ન, જુઓ Video
દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ એક અનોખી પહેલ કરી છે. બિરસા મુંડા ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્ન પ્રસંગમાં પોતાના લગ્ન કર્યો છે. આ સાથે જ અન્ય ત્રણ ગરીબ યુગલોના પણ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ એક અનોખી પહેલ કરી છે. બિરસા મુંડા ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્ન પ્રસંગમાં પોતાના લગ્ન કર્યો છે. આ સાથે જ અન્ય ત્રણ ગરીબ યુગલોના પણ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. મુખ્યમંત્રીએ ધારાસભ્ય કિશોરીની આ પહેલને વધાવી હતી. આદિવાસી સમાજમાં ખોટા ખર્ચ અટકે તેના ભાગરુપે આ સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લગ્નમાં આપી હતી હાજરી
આ સમૂહ લગ્નના અવસરે ચાર યુગલો પરંપરાગત વાદ્યોના સૂર વચ્ચે લગ્નગ્રંથીથી જોડાયા હતા. દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ તેમના નિવાસ સ્થાન પર આ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. આ ઉપરાંત લગ્નનો તમામ ખર્ચ તેમને આપ્યો હતો એટલું જ નહીં ત્રણ કન્યાઓને કરિયાવરમાં ઘરવખરીનો સામાન આપ્યો હતો.
આ પહેલનો મુખ્ય હેતુ આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચા દૂર કરી અને સરળ, સસ્તા તેમજ સામૂહિક રીતે સંગઠિત લગ્ન પરંપરાનું સ્થાપન કરવાનો છે. ધારાસભ્ય કિશોરીની આ પહેલ સમગ્ર દાહોદ જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે અને સામાજિક પરિવર્તન તરફ એક સકારાત્મક પગથિયા રૂપે જોવામાં આવી રહી છે.