Breaking News : રાજકોટ મનપા વેબ સાઈટ પર સાયબર એટેક, 400 GBથી વધારે ડેટા ચોરી થયાની આશંકા
રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર સાયબર એટેકની ઘટના સામે આવી છે. જેના પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. સાયબર એટેકમાં આશરે 400 GBથી વધુ ડેટા ચોરાયો હોવાની આશંકા કરવામાં આવી રહી છે.
રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર સાયબર એટેકની ઘટના સામે આવી છે. જેના પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. સાયબર એટેકમાં આશરે 400 GBથી વધુ ડેટા ચોરાયો હોવાની આશંકા કરવામાં આવી રહી છે. આ ડેટામાં રાજકોટની શાળાઓ, બ્રિજ, હોસ્પિટલો અને સરકારી કચેકીઓ સહિતની મિલકતોની માહિતી હોવાની શંકા છે.
આ ઘટનાની ગંભીરતાને જોતા RMC ના વહીવટી વિભાગે તાત્કાલિક BSNL ની સાયબર સિક્યુરિટી ટીમને જાણ કરી છે. BSNL ની ટીમે GIS વેબસાઇટને આઇસોલેટ કરીને તપાસ શરૂ કરી છે. જો કે હાલમાં કેટલો ડેટા ચોરાયો છે કે નહીં અને ડેટા ચોરાયો છે તો ક્યાં પ્રકારની ખામીના કારણે સાયબર એટેક થયો હોવાની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ઘટના બાદ સાયબર સિક્યુરિટી દ્વારા GIS વેબસાઇટને આઇસોલેટ કરી તપાસ શરૂ કરી છે. જો કે તપાસ બાદ ડેટા ચોરાયો છે કે કેમ તે સામે આવશે. ઓપરેશન સિંદૂર કાર્યવાહી દરમિયાન જ મનપાની વેબ સાઈટ હેક થઈ હોવાની શક્યતાને પગલે તપાસ હાથ ધરવામાં આવી છે. મનપા સાયબર સિક્યુરિટી માટે રૂ.10કરોડ ખર્ચે છે. જો કે આ અગાઉ પણ રાજકોટ રાજપથ લિમિટેડ એટલે કે સિટી બસ સંચાલન કંપની નો ડેટા હેક કરાયો હતો.