સી.એસ. એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલના પરિણામો થયા જાહેર, અમદાવાદની બે દીકરીઓએ ઓલ ઈન્ડિયા લેવલે મારી બાજી- જુઓ વીડિયો
સી.એસ. એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલના પરિણામોની જાહેરાત થઈ છે. વર્ષ 2023ના ડિસેમ્બરમાં આ પરીક્ષા લેવાઇ હતી. એક્ઝિક્યુટિવમાં ઓલ ઇન્ડિયા લેવલે ત્રીજા ક્રમે અમદાવાદની વિર્તી શાહ અને અમદાવાદની ટ્વિંકલ ગજ્જર પ્રોફેશનલમાં ઓલ ઇન્ડિયા લેવલે સાતમા ક્રમે આવી. જૂના અને નવા અભ્યાસક્રમ મુજબ અમદાવાદમાંથી એક્ઝિક્યુટિવમાં કુલ 1હજાર 50 વિદ્યાર્થી અને પ્રોફેશનલમાંથી અંદાજે 600 જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી.
સી.એસ. એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલના પરિણામોની થઇ જાહેરાત. વર્ષ 2023ના ડિસેમ્બરમાં લેવાઇ હતી પરીક્ષા. એક્ઝિક્યુટિવમાં ઓલ ઇન્ડિયા લેવલે ત્રીજા ક્રમે અમદાવાદની વિર્તી શાહ અને અમદાવાદની ટ્વિંકલ ગજ્જર પ્રોફેશનલમાં ઓલ ઇન્ડિયા લેવલે સાતમા ક્રમે આવી. જૂના અને નવા અભ્યાસક્રમ મુજબ અમદાવાદમાંથી એક્ઝિક્યુટિવમાં કુલ 1હજાર 50 વિદ્યાર્થી અને પ્રોફેશનલમાં થી અંદાજે છસ્સો જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા. માર્કશીટ અંગે માહિતી આપતા સંસ્થાએ સ્પષ્ટતા કરી છે કે એક્ઝિક્યુટિવ પરીક્ષાની માર્કશીટ ઓનલાઈન ઉપલબ્ધ થશે. તેની કોઈ ફિઝિકલ કોપી જારી કરવામાં આવશે નહીં.
એક્ઝિક્યુટિવમાં ઓલ ઇન્ડિયામાં અમદાવાદની વિદ્યાર્થીની શાહ વિર્તી ત્રીજા ક્રમે રહી
ડિસેમ્બર 2023 માં લેવાયેલી CS ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. CS એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલનું પરિણામ જાહેર કરાયું છે. એક્ઝિક્યુટિવ કોર્સમાં અમદાવાદમાં જૂના અને નવા કોર્સના કુલ મળી 1050 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે પ્રોફેશનલમાં અમદાવાદમાંથી અંદાજે 600 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એક્ઝિક્યુટિવમાં ઓલ ઇન્ડિયામાં અમદાવાદની વિદ્યાર્થીની શાહ વિર્તી ત્રીજા ક્રમે રહી છે અને તે અમદાવાદમાં પ્રથમ ક્રમે આવી છે. જ્યારે પ્રોફેશનલમાં ઓલ ઇન્ડિયા લેવલે સાતમા ક્રમે અમદાવાદની ટ્વિંકલ ગજજર આવી છે. જે અમદાવાદમાં પ્રથમ ક્રમે આવી છે.
ICSIના અમદાવાદના ચેરમેન યશ મહેતાએ જણાવ્યું હતું કે પ્રોફેશનલ લેવલનો નવો કોર્સ જૂન 2024માં શરૂ થશે. ટોટલ કોર્ષ ઓનલાઇન કોચિંગ ઇન્સ્ટિટ્યુટ ફ્રી આપે છે. ટ્રેઈની કોર્સ ઓનલાઇન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ફ્રી આપે છે.ટ્રેની વિદ્યાર્થીને 6 હજારથી 15 હજાર ઑફર પણ કરવામાં આવે છે. કૉર્ષની ફી માત્ર 40 હજાર જ છે.
પ્રોફેશનલમાં અમદાવાદની ટ્વિંકલ ગજ્જર ઓલ ઇન્ડિયા લેવલે સાતમા ક્રમે રહી
અમદાવાદમાં પ્રથમ ક્રમે રહેલી ટ્વિંકલ ગજજર એ જણાવ્યું કે તેને કુલ માર્કસ 499 આવ્યા છે. જોકે CS પ્રોફેશનલ ક્લિયર કરવા માટે ખૂબ મહેનત કરી છે. હું સાત મહિનાથી તૈયારી કરતી હતી. મારા પરિણામથી હું ખૂબ ખુશ છું. હું કે એસ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી એમબીએ પણ કરી રહી છું. જ્યારે બીજા ક્રમે આવેલી કૃપા મિસ્ત્રીએ જણાવ્યું કે તેને ટોટલ માર્કસ 475 આવ્યા છે. તે ધોરણ 10 અને 12 ગુજરાત બોર્ડમાં અભ્યાસ કર્યો છે.
જ્યારે ત્રીજા ક્રમે આવેલા અમદાવાદના મિત પટેલએ જણાવ્યું કે તેને કુલ 474 ગુણ આવ્યા છે. તેણે ગુજરાત બોર્ડમાં ગુજરાતી મીડિયમ આખું વર્ષ ક્લાસ કર્યા બાદ પરીક્ષાના છેલ્લા ત્રણ મહિના પહેલા ખૂબ જ મહેનત કરી હતી. આ ત્રણ મહિના જ તમામ વિદ્યાર્થીઓ માટે મહત્વના હોય છે. જેથી ત્રણ મહિનામાં જ વધારે મહેનતની જરૂર હોય છે. ખાસ મેં સોશિયલ મીડિયાથી દૂર રહીને પ્રોફેશનલમાં આટલું સારું પરિણામ મેળવ્યું છે. આ પરિણામ પાછળ માતાપિતાની પણ એટલી જ મહેનત છે.