રાજકોટમાં એઈમ્સની IPD હોસ્પિટલના ઉદ્દઘાટન બાદ પીએમ મોદી કહ્યુ મે રાજકોટને ગુજરાતની સૌપ્રથમ એઈમ્સ આપવાની ગેરંટી આપી હતી, આજે પુરી કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એઈમ્સની IPD હોસ્પિટલના ઉદ્દઘાટન બાદ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જંગી જનસભા સંબોધી હતી. આ તકે તેમણે જુના સ્મરણોને યાદ કર્યા અને જણાવ્યુ કે 22 વર્ષ પહેલા રાજકોટવાસીઓએ સૌપ્રથમ અહીંથી ચૂંટીને મોકલ્યો હતો. વડાપ્રધાને જણાવ્યુ કે આજે એક કાર્યક્રમથી દેશના અનેક શહેરમાં વિકાસકાર્યોનું, લોકાર્પણનું અને શિલાન્યાસ થવો એક નવી પરંપરાને આગળ વધારી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં એઈમ્સ હોસ્પિટલના ઉદ્દઘાટન બાદ જંગી જનસભાને સંબોધિત કરી. જેમા તેમણે 22 વર્ષ પહેલાના તેમના સંસ્મરણોને યાદ કર્યા હતા. આજે જ્યારે રાજકોટ આવ્યો છુ તો ઘણુ જુનુ પણ યાદ આવી રહ્યુ છે. મારા જીવનનો ગઈકાલે એક વિશેષ દિવસ હતો. મારી ચૂંટણી યાત્રાની શરૂઆતમાં રાજકોટની મોટી ભૂમિકા છે.
22 વર્ષ પહેલા 24 ફેબ્રુઆરીએ રાજકોટે મને પ્રથમવાર તેનો ધારાસભ્ય ચૂંટ્યો હતો-પીએમ મોદી
વડાપ્રધાને જણાવ્યુ કે 22 વર્ષ પહેલા 24 ફેબ્રુઆરીએ જ આ જ શહેરે મને સૌપ્રથમવાર આશિર્વાદ આપ્યા હતા અને પોતાનો ધારાસભ્ય ચૂંટ્યો હતો અને આજે 25 ફેબ્રુઆરીના દિવસે મે મારા જીવનમાં પ્રથમવાર રાજકોટના ધારાસભ્ય તરીકે ગાંધીનગર વિધાનસભામાં શપથ લીધા હતા. આપ લોકોએ મને ત્યારે મને તમારા સ્નેહ અને વિશ્વાસનો ઋણી બનાવી દીધો હતો. પરંતુ આજે 22 વર્ષ બાદ હું રાજકોટના એક એક પરિજનને ગર્વ સાથે કહી શકુ છુ કે મે આપના વિશ્વાસ પર ખરો ઉતરવાની પુરી કોશિષ કરી છે.
દેશ ફરી અનડીએ સરકાર 400 પારનો આશિર્વાદ આપી રહ્યો છે- પીએમ મોદી
વડાપ્રધાને જણાવ્યુ કે આજે પુરો દેશ આજે સમગ્ર દેશ જે પ્રેમ આપી રહ્યો છે, જે આશિર્વાદ આપી રહ્યા છે, તો તેના યશના હક્કદાર આ રાજકોટ પણ છે. આજે જ્યારે પુરો દેશ ત્રીજીવાર એનડીએ સરકારને આશિર્વાદ આપી રહ્યો છે, આજે જ્યારે પુરો દેશ અબ કી બાર મોદી સરકાર 400 પારનો વિશ્વાસ કરી રહ્યો છે. તમને પુન: રાજકોટના એક એક પરિજનને રાજકોટના એક એક પરિજનને શિશ નમાવીને નમન કરુ છુ. હું જોઈ શકુ છુ કે પેઢીઓ બદલાઈ ગઈ પરંતુ મોદી માટે સ્નેહ દરેક ઉમર વર્ષથી પર છે. આ તમારુ સ્નેહનું જે ઋણ છે તેને વ્યાજ સાથે વિકાસ કરીને ચુકવવાનો પ્રયાસ કરુ છુ.
દ્વારકામાં સમુદ્રની અંદર દ્વારિકા નગરની દર્શનનો અનુભવ અદ્દભૂત રહ્યો- પીએમ મોદી
વડાપ્રધાને જણાવ્યુ કે આજે હું આપ સહુની ક્ષમા માગુ છુ. મારે આવવામાં થોડો વિલંબ થયો, તમારે રાહ જોવી પડી. મારા મોડા આવવા પાછળનું કારણ એ હતુ કે અહીં આવ્યા પહેલા હું દ્વારકા હતો. જ્યા મે દ્વારકાધિશના દર્શન કર્યા. સુદર્શન સેતુના ઉદ્દઘાટનની સાથે મને એક અદ્દભૂત આદ્યાત્મિક સાધનાનો લાભ પણ મળ્યો. પ્રાચીન દ્વારકા જેને ખુદ ભગવાન શ્રીકૃષ્ણએ વસાવી હતી તે સમુદ્રમાં ડૂબી ગઈ છે. આજે મને એ સૌભાગ્ય મળ્યુ કે સમુદ્રની અંદર જઈને શ્રીકૃષ્ણની દ્વારકાના દર્શન કરવાનો, ત્યાં જે અવશેષ છે તેને સ્પર્ષ કરી ધન્યતા અનુભવવાનો અને ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવાનો અવસર મળ્યો.
મારા મનમાં એ ઈચ્છા હતી કે ક્યારેકને ક્યારેક સમુદ્રમાં રહેલી દ્વારકા નગરીના દર્શન કરવાની ઈચ્છા હતી. આ જે સમુદ્રની અંદર જઈ મે એ પવિત્ર ભૂમિને સ્પર્શ કર્યો અને કૃષ્ણની નગરીને મારી આંખોથી નિહાળી. ત્યાં મે પૂજન બાદ મોરપંખ પણ અર્પણ કર્યુ. આ અનુભવે મને એટલો ભાવવિભોર કર્યો કે તેને શબ્દોમાં વર્ણવવુ મારા માટે મુશ્કેલ છે. સમુદ્રના પાણીમાં પણ હું એજ વિચારી રહ્યો હતો કે ભારતના વૈભવ અને વિકાસનો સ્તર કેટલો ઉંચો હતો. હું સમુદ્રમાંથી જ્યારે બહાર નીકળ્યો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણના આશિર્વાદની સાથોસાથ હું દ્વારકાની પ્રેરણા પણ મારી સાથે લઈને આવ્યો છુ. વિકાસ અને વિરાસતના મારા સંકલ્પોને નવી તાકાત મળી છે, નવી ઊર્જા મળી છે. વિકસીત ભારત મારા લક્ષ્યનીસાથે આજે દૈવીય વિશ્વાસ તેની સાથે જોડાઈ ગયો છે.