Gujarati Video : કિરણ પટેલને સાથે રાખી ક્રાઇમ બ્રાંચે પ્રેસ્ટીજ બંગલોમાં કરી તપાસ, બેંક એકાઉન્ટ સહિતના દસ્તાવેજોની કરી ચકાસણી

Ahmedabad News : કિરણ પટેલની એક પછી એક પુછપરછ કરવામાં આવી રહી છે. અમદાવાદના ઘોડાસરમાં આવેલા કિરણ પટેલના પ્રેસ્ટીજ નામના બંગલોમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા આજે તપાસ હાથ ધરવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2023 | 6:14 PM

મહાઠગ કિરણ પટેલ મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ તેજ કરી છે. કિરણ પટેલના અમદાવાદના ઘોડાસર સ્થિત ઘરે પહોંચીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ કરી છે. કિરણ પટેલને સાથે રાખીને ક્રાઇમ બ્રાન્ચે પ્રેસ્ટીજ બંગલોમાં સર્ચ હાથ ધર્યુ હતુ. સાથે જ બેંક એકાઉન્ટ સહિતના દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ઠગબાજના અન્ય વ્યવહારોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો-Gujarati Video : નડિયાદ પાસેના સિલોડ ગામમાંથી ડુપ્લીકેટ હળદર બનાવતી વધુ એક ફેકટરી ઝડપાઇ,કાચા મટીરીયલનો જથ્થો વિદેશનો હોવાનું ખુલ્યુ

ઘોડાસરના પ્રેસ્ટીજ બંગલોમાં કરાઇ તપાસ

મહાઠગ કિરણ પટેલની ધરપકડ કર્યા બાદ કોર્ટે ક્રાઇમ બ્રાંચને તેના 8 દિવસવના રિમાન્ડ આપ્યા છે. ત્યારે કિરણ પટેલની એક પછી એક પુછપરછ કરવામાં આવી રહી છે. અમદાવાદના ઘોડાસરમાં આવેલા કિરણ પટેલના પ્રેસ્ટીજ નામના બંગલોમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા આજે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ બંગલોમાં કિરણ પટેલ છેલ્લા ઘણા સમયથી રહેતો હતો.

તમામ બેંક સ્ટેટમેન્ટની કરવામાં આવી તપાસ

આ ઘરમાં ક્રાઇમ બ્રાંચે કિરણ પટેલને લઇને તેના ઘરમાં દસ્તાવેજોની તપાસ હાથ ધરી હતી. સાથે જ કિરણ પટેલના બેંક સ્ટેટમેન્ટની પણ તપાસ કરવામાં આવશે. તેના બેંક સ્ટેટમેન્ટના આધારે તે કઇ રીતે ટ્રાન્જેક્શન કરતો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. જો કે પ્રાથમિક તપાસમાં ક્રાઇમ બ્રાંચને હજુ સુધી કિરણના બેંક અકાઉન્ટમાંથી લાખો રુપિયાનું કોઇ ટ્રાન્જેક્શન મળી આવ્યુ નથી. આમ છતા કિરણ પટેલને લઇને તમામ દિશામાં તપાસ ચાલી રહી છે.

કિરણ પટેલ 15 એપ્રિલ સુધી છે રિમાન્ડ પર

મહત્વનું છે કે સિંધુભવન રોડ પરનો બંગલો પચાવવાના કેસમાં કિરણ પટેલના 15 એપ્રિલ સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. નકલી દસ્તાવેજ અને બંગલાના રિનોવેશન ખર્ચ અંગેની તપાસ માટે ક્રાઈમ બ્રાંચે રિમાન્ડ માગ્યા હતા. અગાઉ આજ કેસમાં કિરણ પટેલના પત્નીની ધરપકડ કરાઈ હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">