Ahmedabad: મહાઠગ કિરણ પટેલને 32 કલાકની મુસાફરી બાદ સામાન્ય કેદીની જેમ જમ્મુકાશ્મીરથી લવાયો અમદાવાદ, રસ્તામાં ક્રાઈમબ્રાંચ સમક્ષ કર્યા અનેક ચોંકાવનારા ખૂલાસા

Ahmedabad: મહાઠગ કિરણ પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ સામાન્ય કેદીની જેમ જમ્મુકાશ્મીરથી પોલીસની ગાડીમાં અમદાવાદ લઈને આવી છે. રસ્તામાં કિરણ પટેલે ક્રાઈમબ્રાંચના અધિકારીઓ સમક્ષ અનેક ખૂલાસા કર્યા.

Ahmedabad: મહાઠગ કિરણ પટેલને 32 કલાકની મુસાફરી બાદ સામાન્ય કેદીની જેમ જમ્મુકાશ્મીરથી લવાયો અમદાવાદ, રસ્તામાં ક્રાઈમબ્રાંચ સમક્ષ કર્યા અનેક ચોંકાવનારા ખૂલાસા
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Apr 08, 2023 | 10:02 PM

જમ્મુ કાશ્મીરમાં પીએમઓના એડિશનલ સેક્રેટરી તરીકેની ઓળખ આપી ઝેડ પ્લસ સિક્યોરિટી અને વીઆઈપી મહેમાનગતિ માણનારા ગુજરાતના મહાઠગ કિરણ પટેલને લઈને અમદાવાદ ક્રાઈમબ્રાંચ ગત મોડી રાત્રે 2 વગ્યા આસપાસ અમદાવાદ લાવવામાં આવ્યો હતો. ક્રાઈમબ્રાંચની ટીમ કિરણ પટેલને લઈને ગુજરાત આવતી હતી તે દરમિયાન કિરણ પટેલ પોતાની મોટી મોટી વાતો કરતો રહ્યો હતો. મહાઠગ કિરણ પટેલ 6 મહિનામાં 4 વાર જમ્મુકાશ્મીર આવી ચુક્યો છે અને બે IAS અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.

કિરણ પટેલને લેવા ગયેલી ક્રાઈમ બ્રાંચની ટીમનો 4 દિવસનો સમગ્ર ઘટનાક્રમ

  • 2જી એપ્રિલે ક્રાઈમબ્રાંચ અમદાવાદથી જમ્મુકાશ્મીર રવાના થઈ
  • 4 એપ્રિલે બપોર સુધીમાં જમ્મુ પહોંચી
  • કોર્ટમાં ટ્રાન્સફર વોરંટ જમા કરવાની પ્રોસેસ થઈ
  • 5 એપ્રિલે ચીફ જ્યુડિશ્યિલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી
  • મેજિસ્ટ્રેટ અને આરોપી કિરણ વચ્ચે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા બાદ કોર્ટ દ્વારા ટ્રાન્સફર વોરંટ મળ્યુ
  • 6 એપ્રિલે કિરણ પટેલનો કબજો લઈ શ્રીનગર જેલથી ક્રાઈમબ્રાંચની ટીમ રવાના
  • રસ્તામાં ભૂસ્ખલનને કારણે શ્રીનગર ઉદ્યમપુર રોડ પર હોટેલમાં થોડીવાર રોકાયા
  • હોટેલમાં નોર્મલ ભાણુ જમી ક્રાઈમબ્રાંચની ટીમ અમદાવાદ માટે નીકળી
  • 6 એપ્રિલે રાત્રે કિરણને લઈને પંજાબ પહોંચી ક્રાઈમ બ્રાંચની ટીમ
  • 7 એપ્રિલે કિરણ પટેલ સાથે હરિયાણામાં કર્યો પ્રવેશ
  • રાજસ્થાન બોર્ડર પર ચુરુ નજીક જમવા રોકાયા
  • કિરણ પટેલ વેજિટેરિયન ભાણુ જમીને ખુશ થયો
  • જમ્મુની જેલમાં નોનવેજ મળતુ હોવાથી વેજ ખાણુ યોગ્ય ન મળતુ હોવાનો કિરણનો દાવો
  • 7 એપ્રિલે 8 વાગ્યા આસપાસ ટીમ કિરણને લઈને બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પહોંચી
  • અમીરગઢ બોર્ડરથી કિરણને નોનસ્ટોપ મુસાફરી દ્વારા અમદાવાદ લવાયો
  • 8મીએ મોડી રાત્રે 2 વાગ્યે કિરણ પટેલને અમદાવાદ ક્રાઈમબ્રાંચ લવાયો
  • પુલવામાના ડેપ્યુ કમિશનર બશીર ઉલ હક ચૌધરીએ આપી હતી ઝેડ પ્લસ સિક્યોરિટી

પુલવામાના ડેપ્યુટી કમિશનર બશીર ઉલ હક ચૌધરીએ આપી હતી ઝેડ પ્લસ સિક્યોરિટી

કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યોરિટી વચ્ચે નિયંત્રણ રેખા સુધી પહોંચી જનારો કિરણ પટેલ કસ્ટડી મેળવવા ગયેલા એક અધિકારી સાથે પોપટની જેમ બધુ બોલતો હતો. જમ્મુ કશ્મીરમાં થયેલ ફરિયાદ મામલે કહ્યું હતું કે જમ્મુના પુલવામાના એક ડેપ્યુટી કમિશનર બશીર ઉલ હક ચૌધરી દ્વારા તેને ઝેડ પ્લસ સિક્યુરિટી આપવામાં આવી હતી. જે એસ્કોર્ટ આપ્યો હતો તેમાં 4 ગનમેન આર્મી જવાન હતા. કિરણે વધુ પૂછતા જણાવ્યુ હતુ કે તે G-20 સમિટ અંતગર્ત હેલ્પ કેમ્પ અને પ્રવાસન વિભાગ સેમિનાર આયોજન કરવા આવ્યો હોવાનું જણાવ્યુ હતુ કિરણે તેની PMOના ઉચ્ચ અધિકારી તરીકેની ઓળખ આપતા સિક્યુરિટી આપીને ફાઇસ્ટર હોટલમાં રોકાણ આપ્યું હતું.

અગાઉ પણ બે વાર PMOના અધિકારીની ઓળખ આપી ગયો હતો કાશ્મીર

કિરણને લેવા ગયેલી ક્રાઈમબ્રાંચની ટીમમાં 1 PI, 1 PSI, 2 ગનમેન સહિત 5 કોન્સ્ટેબલ હતા. કિરણનો કબ્જો મેળવ્યો ત્યાં સુધી તેના મોંઢા પર કોઈ અફસોસ જણાતો ન હતો.  અગાઉ પણ 2 વાર કાશ્મીર ગયો હતો અને ત્યારે પણ PMOના ઉચ્ચ અધિકારી તરીકેની ઓળખ આપી હતી. PMOના અધિકારીની ઓળખ આપતા રિસ્પોન્સ સારો મળતા તે ત્યાં ફરી ગયો હતો.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

રસ્તામાં એક જ રટણ કરતો રહ્યો કિરણ પટેલ કે તેણે કોઈના પૈસા લીધા નથી

ક્રાઈમબ્રાંચના અધિકારી સમક્ષ રસ્તામાં કિરણ એક જ વાત કહેતો રહ્યો ક તેણે કોઈના પૈસા લીધા નથી અને કોઈનું ખોટુ કર્યુ નથી. માત્ર ખોટા વિઝિટીંગ કાર્ડ છપાવ્યા તે જ તેની ભૂલ હોવાનુ સ્વીકારતો રહ્યો હતો. સમગ્ર મુસાફરી દરમિયાન કિરણ પટેલ આરામથી સરકારી ગાડીમાં બેઠો અને ખાતોપીતો રહ્યો હતો પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કચેરીમાં પગ મુક્તા જ જાણે તેના તમામ તેવર ઉડી ગયા અને નીચુ મોં કરીને ચાલવા લાગ્યો હતો.

આ પણ વાંચો: Breaking News : મહાઠગ કિરણ પટેલના 15 એપ્રિલ સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર થયા, પૂછપરમાં થશે મોટા ખુલાસા

નોંધનીય છે કે ફાઈવ સ્ટાર હોટલમાં રોકાતો અને સુટ બુટ પહેરી રોફ જમાવતો કિરણ પટેલ 6 તારીખ થી જમ્મુથી લઈને નીકળ્યા અને 8 મી તારીખે અમદાવાદ આવ્યા એ બે દિવસ દરમિયાન કિરણ પટેલ નાહ્યો પણ નથી. મેટ્રો પોલિટીન કોર્ટમાં હાજર કરતા મોઢું નીચું કરી ચાલી રહ્યો છે. તપાસ કરનાર ક્રાઇમ બ્રાંચના અધિકારી વી.બી.આલનું કહેવું છે કે જમ્મુ કશ્મીરના અધિકારીઓ આ ઠગની વાતોમાં આવી ગયા હતા. એ જાણી ચોકી ઉઠ્યા હતા. જો કે હાલમાં તે ક્રાઇમબ્રાંચની કસ્ટડીમાં આવતા શિયાળ જેવો થઈ ગયો છે. કિરણ પટેલના કોર્ટે 15 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે ત્યારે આ 7 દિવસ દરમિયાન અનેક ચોંકાવનારા ખૂલાસા થશે તે તો નક્કી જ છે.

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">