Kutch : કંડલા પોર્ટ પર લીફ્ટિંગ બેલ્ટ તૂટી જતા ક્રેન નીચે પટકાઈ, ડ્રાયવરનો આબાદ બચાવ, જૂઓ Video
જેટી પર ઓપરેશન વર્ક સમયે લીફ્ટિંગ બેલ્ટ તૂટી જતા એક ક્રેન (Crane) અચાનક નીચે પટકાઈ ગઇ હતી. આ ક્રેનમાં અકસ્માત થયો તે સમયે ડ્રાયવર (driver) પણ હાજર હતો. કંડલા પોર્ટ પર જેટી નંબર 6 પાસે આ ઘટના બની હતી.
Kutch : કચ્છ જિલ્લામાં આવેલા કંડલા પોર્ટ (Kandla Port) પર મોટી દુર્ઘટના ઘટી છે. જેટી પર ઓપરેશન વર્ક સમયે લીફ્ટિંગ બેલ્ટ તૂટી જતા એક ક્રેન (Crane) અચાનક નીચે પટકાઈ ગઇ હતી. આ ક્રેનમાં અકસ્માત થયો તે સમયે ડ્રાયવર (driver) પણ હાજર હતો. કંડલા પોર્ટ પર જેટી નંબર 6 પાસે આ ઘટના બની હતી.જો કે સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. જો કે અકસ્માતની આ ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઇ શકાય છે કે લીફ્ટિંગ બેલ્ટ તૂટી જતા ક્રેન ડ્રાયવર સાથે ઊલટી થઇ જાય છે અને જમીન પર તીવ્ર ગતિથી પટકાય છે. ક્રેનમાં હાજર ડ્રાયવર પણ નીચે પટકાય છે. જો કે સદનસીબે તેનો આબાદ બચાવ થયો છે.
કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
