રાજકોટ વીડિયો : જસદણમાં 40 ફૂટ ઊંડા કૂવામાં ગાય ખાબકી, સ્થાનિકોએ કર્યુ રેસ્ક્યુ
રાજકોટના જસદણમાં 40 ફૂટ ઊંડા કૂવામાં ગાય ખાબકી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના ચિતલીયા કુવા રોડ પર આવેલા આંબલી વાડી વિસ્તારમાં બની છે. જ્યાં કૂવામાં ગાય પડી હોવાની જાણ સ્થાનિકોને થતા તાત્કાલિક જ લોકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને લોકોએ ગાયને કૂવા માંથી બહાર કાઢવા માટે ક્રેન બોલાવી હતી.
રસ્તા પર કેટલીક વાર ગટર, કુવા અથવા તો રોડ પર પડેલા મોટા ખાડા ખુલ્લા જોવા મળે છે. જેના પગલે અનેક દુર્ઘટનાઓ સર્જાય છે. જેમાં પશુઓ કે માણસ પડી જતા હોય છે. તો આવી જ એક ઘટના રાજકોટના જસદણમાં બની છે. જસદણમાં 40 ફૂટ ઊંડા કૂવામાં ગાય ખાબકી હોવાની ઘટના સામે આવી છે.
આ ઘટના ચિતલીયા કુવા રોડ પર આવેલા આંબલી વાડી વિસ્તારમાં બની છે. જ્યાં કૂવામાં ગાય પડી હોવાની જાણ સ્થાનિકોને થતા તાત્કાલિક જ લોકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને લોકોએ ગાયને કૂવા માંથી બહાર કાઢવા માટે ક્રેન બોલાવી હતી. ક્રેન મારફતે પહેલા બે લોકો કૂવામાં ઉતર્યા હતા.
ત્યારબાદ તે લોકોએ ગાયને બાંધી હતી. ત્યારબાદ ગાયને ક્રેન મારફતે ઊંચી કરીને સલામત બહાર કાઢવામાં આવી હતી. તમે વીડિયોમાં જોઈ શકશો કે કેવી રીતે ગાયને ઊંડા કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી.
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
