Mahisagar: અનુસૂચિત જાતિના કલાર્કને આપઘાતની દુષપ્રેરણા બદલ ચાર અધિકારીઓ સામે ગુનો નોંધવા કોર્ટનો આદેશ, જુઓ Video
મહીસાગર કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિના કલાર્કને આપઘાતની દુષપ્રેરણા કરવા બદલ ચાર અધિકારીઓ સામે ગુનો નોધવા આદેશ કર્યો છે. અનુસૂચિત જાતિના કલાર્કના મૃત્યુ મામલામા સંતરામપુર પ્રાંત અધિકારી સહીત અન્ય ત્રણ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા આદેશ કરાયો હતો. ક્રિમિનલ ઇન્કવાયરી ગ્રાહ્ય રાખી કોર્ટે મહીસાગર પોલીસને આ તમામ વિરુદ્ધ IPCની કલમ 306, 181, 182 તથા 114 અને એટ્રોસીટી એકટની કલમ 3(1)(10) મુજબ ફરિયાદ નોંધવાનો આદેશ કરવામાં આવતા ખળભળાટ મચ્યો છે.
મહીસાગરમાં અનુસૂચિત જાતિના ક્લાર્કને આપઘાતની દુષ્પ્રેરણા બદલ કાર્યવાહી કરવા કોર્ટનો આદેશ છે. 4 અધિકારીઓ સામે ગુનો નોંધવા મહીસાગર કોર્ટે આદેશ કર્યો છે. સંતરામપુર પ્રાંત અધિકારી સહિત અન્ય ત્રણ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા આદેશ કરાયા છે. અનુસૂચિત જાતિના ક્લાર્ક અલ્પેશ માળીને હેરાન કરવામાં આવતા તે ડિપ્રેશનમાં આવ્યો હતો.
કડાણા મામલતદાર કચેરીમાં કલાર્ક તરીકે અલ્પેશ માળી ફરજ બજાવતો હતો. સંતરામપુર પ્રાંત અધિકારી કૌશિક જાદવ તેમજ અન્ય કર્મચારીઓ દ્વારા કડાણા મામલતદાર કચેરીના અનુસૂચિત જાતિના ક્લાર્કને હેરાન કરવામાં આવતા કલાર્ક ડિપ્રેશનમાં હતો. અનુસુચિત કલાર્ક અલ્પેશ માળીએ પ્રાંત અધિકારી કૌશિક જાદવ, પ્રાંત કચેરીના ઓપરેટર શૈલેષ પટેલ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ વિશે મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી હતી.
21 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કર્યા બાદ 29 જાન્યુઆરીએ કડાણા મામલતદાર કચેરીના કલાર્ક અલ્પેશ માળીએ બાલાસિનોરમાં પોતાના ઘરે મૃત હાલત માં મળી આવ્યો. બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં મૃત્યું અંગે નોંધ કરવામાં આવી હતી. પરંતુ કોઈ ઠોસ કામગીરી કરવામાં આવી ન હતી. સમગ્ર મામલો મીડિયામાં આવતા અનુસૂચિત સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી પ્રાંત અધિકારી કૌશિક જાદવ તેમજ અન્ય વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Mahisagar: લુણાવાડામાં યુરિયાની અછત, સહકારી ખરીદ વેચાણ સંઘમાં કતાર બાદ પણ નથી મળતું ખાતર, જુઓ Video
કલાર્ક અલ્પેશ માળીની બહેને પોતાના મૃત ભાઈને ન્યાય મળે તે માટે કસૂરવાર વિરુદ્ધ ફરિયાદ નોંધવા કોર્ટમાં એડવોકેટ સોનાલી ચૌહાણ મારફતે ક્રિમિનલ ઇન્કવાયરી દાખલ કરી હતી. સંતરામપુર પ્રાંત અધિકારી કૌશિક જાદવ, કોમ્પ્યુટર ઓપરેટર શૈલેષ પટેલ નાયબ મામલતદાર મહેસુલ એ વી વલવાઈ, તેમજ નિલેશ શેઠ વિરુદ્ધ ફરીયાદ નોંધવા ક્રિમિનલ ઇન્કવાયરી દાખલ કરી હતી. ક્રિમિનલ ઇન્કવાયરી ગ્રાહ્ય રાખી મહીસાગર પોલીસને આ તમામ વિરુદ્ધ આઈ પી સી ની કલમ 306, 181, 182 તથા 114 અને એટ્રોસીટી એકટની કલમ 3(1)(10) મુજબ ફરિયાદ નોંધવાનો આદેશ કરવામાં આવતા ખળભળાટ મચ્યો છે.
(ઈનપુટ ક્રેડિટ – પ્રિતેશ પંચાલ)