Surat Video: અઠવાલાઈન્સ વિસ્તારમાં પ્રાંત અધિકારીના ઘરે ફાટ્યો ગેસ સિલિન્ડર, ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આજે વહેલી સવારે જ પ્રાંત અધિકારીના ઘરે ગેસનો ગેસ સિલિન્ડર ફાટ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં પ્રાંત અધિકારી સહિત તેમની પત્ની અને પુત્રને ગંભીર ઇજા પહોંચી છે.
Surat : સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આજે વહેલી સવારે જ પ્રાંત અધિકારીના ઘરે ગેસનો ગેસ સિલિન્ડર ફાટ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં પ્રાંત અધિકારી સહિત તેમની પત્ની અને પુત્રને ગંભીર ઇજા પહોંચી છે. ઘરમાં ગેસનો ગેસ સિલિન્ડર ફાટી જતા કિચનની દીવાલ પણ તૂટી ગઇ, આસપાસના રૂમની દીવાલોમાં તિરાડ પડી ગઇ હતી. આખા ઘરનો સામાન વેરવિખેર થઈ ગયો.
આ પણ વાંચો : Surat Video : પુણા વિસ્તારમાં PCBના દરોડા, ડેટા એન્ટ્રી ના નામે ઠગાઈ કરતુ કોલ સેન્ટર ઝડપાયુ, 3 આરોપીની ધરપકડ
જો કે બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ઘરની દીવાલો સાથે તેની ટાઇલ્સ પણ નીકળીને બહાર આવી ગઇ હતી. તેમજ દીવાલની છતનું પીઓપી પણ નીકળી ગયું હતુ. કિચનની આસપાસના બધા જ રૂમનો સામાન અસ્તવ્યસ્ત હાલતમાં જોઇ શકાય છે. જો કે ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને વધુ કામગીરી હાથ ધરી છે. ઇજાગ્રસ્ત પ્રાંત અધિકારી સહિત તેમની પત્ની અને પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
