Bhavanagar : દારુબંધીના જાહેરમાં ધજાગરા, નેસવડ ગામમાં દેશી દારુના અડ્ડાનો Video થયો વાયરલ
ભાવનગરના નેસવડ ગામે દેશી દારૂના અડ્ડાનો વીડિયો વાયરલ થયો છે. ચાર દિવસ પહેલા ઉતારેલો આ વીડિયો ગ્રામજનોએ જ વાયરલ કર્યો હોવાનું સામે આવ્યુ છે. આ ગામ વરતેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલું છે. ગ્રામજનોનો દાવો છે કે ગામમાં બેફામ રીતે દારૂનું વેચાણ થાય છે. દેશી દારૂના અડ્ડા પર કેમિકલ પણ જોવા મળ્યું છે. જેથી દારૂ બનાવવા કેમિકલનો ઉપયોગ કરાતો હોવાની શક્યતા છે.
Bhavanagar : ગુજરાતમાં દારુબંધી હોવા છતા અવારનવાર દારુ ઝડપાતો રહે છે. તો ભાવનગરના નેસવડ ગામે દેશી દારૂના અડ્ડાનો વીડિયો વાયરલ થયો છે. ચાર દિવસ પહેલા ઉતારેલો આ વીડિયો ગ્રામજનોએ જ વાયરલ કર્યો હોવાનું સામે આવ્યુ છે. આ ગામ વરતેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલું છે. ગ્રામજનોનો દાવો છે કે ગામમાં બેફામ રીતે દારૂનું વેચાણ થાય છે. દેશી દારૂના અડ્ડા પર કેમિકલ પણ જોવા મળ્યું છે. જેથી દારૂ બનાવવા કેમિકલનો ઉપયોગ કરાતો હોવાની શક્યતા છે. જોકે આ વીડિયો અંગે ટીવીનાઈન કોઈ પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો : Bhavanagar : ભાવનગરના NCCના ગ્રાઉન્ડ પર 2 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારુનો કરાયો નાશ, જુઓ Video
તો બીજી તરફ મહીસાગરના મલેકપુર-લુણાવાડા રોડ પર પોલીસે ફિલ્મી ઢબે દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસને બાતમીના આધારે સેનાદરિયા ગોરાડિયા પાસે એક કારમાં શખ્સ દારૂ લઇને જતો હતો. તે દરમિયાન પોલીસે પીછો કર્યો હતો. પોલીસને જોઇને આરોપીએ કાર ભગાવી અને ઝાડ સાથે અથડાઇ ગઇ હતી. મહત્વની બાબત તો એ છે કે કાર ચાલક પણ નશામાં ધૂત હતો.





