Video : વીર સાવરકરના ટીશર્ટ પર રાજનીતિ ગરમાઈ, ખોટા કેસ કરવામાં અંગ્રેજોનું શાસન જતું રહ્યું – શક્તિ સિંહ ગોહિલ
ચોટીલામાં તિરંગા યાત્રા દરમિયાન વીર સાવરકરના ટીશર્ટ પર રાજનીતિ ગરમાઈ છે. કોંગ્રેસ નેતાઓએ ટીશર્ટ ઉતરાવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.પોલીસ ફરિયાદ પર કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલનું નિવેદન આપ્યું છે.
ચોટીલામાં તિરંગા યાત્રા દરમિયાન વીર સાવરકરના ટીશર્ટ પર રાજનીતિ ગરમાઈ છે. કોંગ્રેસ નેતાઓએ ટીશર્ટ ઉતરાવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.પોલીસ ફરિયાદ પર કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલનું નિવેદન આપ્યું છે. સત્તાનો દૂરુપયોગ કરી કોંગ્રેસ આગેવાનો સામે ફરિયાદ નોંધાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે જ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે આવા ખોટા કેસ અંગ્રેજોએ ખૂબ કર્યા.”ખોટા કેસ કરવામાં અંગ્રેજોનું શાસન જતું રહ્યું” જનતા યોગ્ય સમયે પોતાનો જવાબ આપશે.
બીજી તરફ વીર સાવરકરના ટિશર્ટ મામલે શિક્ષણ મંત્રીની પ્રતિક્રિયા આપી છે. કુબેર ડિંડોરે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે કોંગ્રેસ માત્ર આક્ષેપ કરે છે. વીર સાવરકર દેશની આઝાદી માટે લડ્યા હતા.આ મુદ્દાનો અહેવાલ મગાવી તપાસ કરવામાં આવશે.
મળતી માહિતી અનુસાર શાળાના આચાર્ય કલ્પેશભાઈ ચૌહાણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગેરકાયદેસર અવરોધ, ગોંધી રાખવાના આરોપ લાગ્યા છે.રાષ્ટ્રીય એકતામાં ભંગ થાય તેવુ કૃત્ય કરવા બદલ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પાંચ મુખ્ય આરોપી અને સાથે આવેલા લોકો પર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.