ખેડા વીડિયો : ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની સ્થાપનાને લઈ વિવાદ, તંત્રની મંજૂરી ન લીધી હોવાથી વિરોધ કરાયો

રાજ્યમાં અનેક પ્રકારના વિવાદો સામે આવતા હોય છે. ત્યારે ખેડાના મરીડા ગામમાં પ્રતિમા સ્થાપનાને લઈ વિવાદ સર્જાયો છે. ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની સ્થાપનાને લઈ વિવાદ સર્જાયો છે. મરીડા ગામના મેલડી માતાના મંદિર સામે કુવાવાળી જગ્યા પર શિલાન્યાસ કાર્યક્રમ હતો. જો કે ગ્રામ પંચાયત અને કલેક્ટરની જરૂરી મંજૂરી ન લીધી હોવાથી અન્ય સમાજના લોકોએ વિરોધ કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2023 | 7:25 AM

ખેડાના મરીડા ગામમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના સ્થાપનને લઈ વિવાદ સર્જાયો હોવાનું સામે આવ્યો છે. મરીડા ગામના મેલડી માતાના મંદિર સામે કુવાવાળી જગ્યા પર શિલાન્યાસ કાર્યક્રમ હતો. જો કે ગ્રામ પંચાયત અને કલેક્ટરની જરૂરી મંજૂરી ન લીધી હોવાથી અન્ય સમાજના લોકોએ વિરોધ કર્યો છે.

મરીડા ગામના સરપંચના પતિએ કહ્યું કે પ્રતિમાના સ્થાપન સામે કોઈ વિરોધ નથી. પરંતુ તંત્રની યોગ્ય મંજૂરીઓ પહેલા લેવી જોઈએ. આ મુદ્દે હવે ગ્રામ સભા અને ગામના સર્વ સમાજના આગેવાનો મળીને નિર્ણય કરશે.

તો કેટલાક દલિત આગેવાનોએ કોર્ટમાં જવાની તૈયારી બતાવી છે.અને કોર્ટના આદેશ બાદ આગળ કાર્યક્રમ કરવામાં આવશે. આ વિવાદને જોતા નડિયાદ ગ્રામ્ય પોલીસે મરીડા ગામમાં કોઈ અપ્રિય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">