કોંગ્રેસ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના એક સમયના સાથીદાર AAPમાંથી લડશે કડી વિધાનસભાની પેટાચૂંટણી !

કોંગ્રેસ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના એક સમયના સાથીદાર AAPમાંથી લડશે કડી વિધાનસભાની પેટાચૂંટણી !

| Edited By: | Updated on: Jun 01, 2025 | 2:57 PM

કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના એક સમયના સાથીદાર, આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે  કડી વિધાનસભાની પેટા ચૂંટણી લડશે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સક્રિય સભ્ય જગદીશ ચાવડા, કડી વિધાનસભાની બેઠક પરથી પેટાચૂંટણી માટે AAPના ઉમેદવાર બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની સ્થાપના કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ 2016માં કરી હતી.

ગુજરાત વિધાનસભાની કડી બેઠકની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે. આની સાથે સાથે આ પેટાચૂંટણીમાં રાજકીય રોમાંચ એ પણ જોવા મળશે કે, કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના એક સમયના સાથીદાર, આમ આદમી પાર્ટીમાંથી કડી બેઠકની પેટા ચૂંટણી લડી રહ્યાં છે.

કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના એક સમયના સાથીદાર, આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે  કડી વિધાનસભાની પેટા ચૂંટણી લડશે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સક્રિય સભ્ય જગદીશ ચાવડા, કડી વિધાનસભાની બેઠક પરથી પેટાચૂંટણી માટે AAPના ઉમેદવાર બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની સ્થાપના કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ 2016માં કરી હતી.

કોગ્રેસ પક્ષે કડી વિધાનસભા બેઠક માટે પ્રભારી તરીકે જીજ્ઞેશ મેવાણીને બનાવવા ઈચ્છતુ હતું. પરંતુ જીજ્ઞેશ મેવાણીએ તેનો ઈન્કાર કર્યો હતો. આ ઘટનાને જોડીને હવે રાજકીય રીતે સંકળાયેલા લોકો કહે છે કે, જીજ્ઞેશ મેવાણીના એક સમયના સાથીદાર એવા નેતાને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડનાર હોવાથી તેઓ પ્રભારી બન્યા નહોતા.

ગઈકાલે જ જીજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી હતી. જે ખૂબ વાઈરલ થઈ રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 01, 2025 01:58 PM