કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. અનિલ જોષીયારાનો પાર્થિવ દેહ વતન લવાયો, આજે અંતિમવિધી કરાશે
પૂર્વ આરોગ્ય પ્રધાન અને ભીલોડાના કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોશિયારાને લગભગ બે મહિના પહેલાં કોરોના સંક્રમણ લાગ્યું હતું. જોશીયારાને પહેલા સિમ્સમાં વેન્ટીલેટર પર હતા. પરંતુ ફેફસાં કામ ન કરી શકતા તેમને એરએમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઈ ખસેડાયા હતા
કોંગ્રેસના ધારાસભ્ય (Congress MLA) ડૉ.અનિલ જોશીયારા (Dr. Anil Joshiyara) નો મૃતદેહ ચેન્નઈથી અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) ખાતે વહેલી સવારે લાવવામાં આવ્યો હતો. જે બાદ કોંગ્રેસના ધારાસભ્ય અનીલ જોશિયારાનો પાર્થિવ દેહ વતન ભીલોડા લાવવામાં આવ્યો છે. ડૉ.અનિલ જોશીપરાનો મૃતદેહ લેવા માટે વિપક્ષના નેતા તથા સ્વજનો પહોંચ્યા હતા.
પૂર્વ આરોગ્ય પ્રધાન અને ભીલોડાના કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોશિયારાનું ગઇકાલે સોમવારે ચેન્નઇની હોસ્પિટલમાં નિધન થયુ હતુ. કોરોનાની લાંબી સારવાર બાદ પણ તબીબો તેમનો જીવ બચાવવા શક્યા નહી. સોમવારે ચેન્નઇની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આજે તેમનો પાર્થિવ દેહ વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. તેમને લેવા માટે વિપક્ષ નેતા સુખરામ રાઠવા ,ધારાસભ્યો પણ જોડાયા હતા. જે બાદ તેમનો પાર્થિવ દેહ વતન ભીલોડાના ચૂનાખાણ ખાતે લવાયો છે. જ્યાં તેમની અંતિમવિધી કરવામાં આવશે.
પૂર્વ આરોગ્ય પ્રધાન અને ભીલોડાના કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોશિયારાને લગભગ બે મહિના પહેલાં કોરોના સંક્રમણ લાગ્યું હતું. જોશીયારાને પહેલા સિમ્સમાં વેન્ટીલેટર પર હતા. પરંતુ ફેફસાં કામ ન કરી શકતા તેમને એરએમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઈ ખસેડાયા હતા. જ્યાં એકમો ટેકનિક દ્વારા તેમની સારવાર આપવામાં આવી. જોકે રીકવરી આવી શકી નહોતી અને મલ્ટી ઓર્ગન ફેલ થતાં તેમનું નિધન થયું હતું. જાણવા મળી રહ્યું છે કે ડો અનિલ જોશિયારાના વતન ભિલોડામાં આવતી કાલે તેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવશે.
ડૉ.અનિલ જોશિયારાની રાજકીય કારકિર્દીનો ઉદય 1995માં થયો હતો. તેઓ ભિલોડાથી ચૂંટાયા બાદ ગુજરાત સરકારમાં 1995થી 1997 સુધી આરોગ્યમંત્રી રહ્યા હતા. 1998ની વિધાનસભા ચૂંટણીમાં સ્વ.ઉપેન્દ્ર ત્રિવેદી સામે તેમનો પરાજય થયો અને 1998થી 2002 સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. ત્યાર બાદ આવેલી 2002, 2007, 2012, 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસમાંથી સતત ચાર ટર્મથી વિજય મેળવી ભિલોડા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
આ પણ વાંચો-
Ahmedabad: પીરાણા ડમ્પિંગ સાઇટ મુદ્દે વિપક્ષે મેયરને ઘેર્યા, મ્યુનિસિપલ કમિશનર ઓફિસ છોડી ગયા
આ પણ વાંચો-
Gandhinagar: કલોલ રોગચાળા મુદ્દે અમિત શાહની ટકોર બાદ સત્તાધીશો એલર્ટ, રોગચાળાનો મુદ્દો આજે વિધાનસભામાં ગાજશે