AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: પીરાણા ડમ્પિંગ સાઇટ મુદ્દે વિપક્ષે મેયરને ઘેર્યા, મ્યુનિસિપલ કમિશનર ઓફિસ છોડી ગયા

અમદાવાદના પીરાણા ડમ્પ સાઈટ મામલે મેયર અને મ્યુનિસિપલ કમિશનર કચેરીએ વિપક્ષે ઘેરાવ કર્યો હતો. મેયરનો ઘેરાવ કરીને ઘણા કોંગ્રેસના નેતાઓએ ડમ્પ સાઈટને લઈને વિરોધ પ્રદર્શન કર્યું. તો જાહેર રોડ પર કોર્પોરેશનનો વિરોધ પણ કર્યો હતો.

Ahmedabad: પીરાણા ડમ્પિંગ સાઇટ મુદ્દે વિપક્ષે મેયરને ઘેર્યા, મ્યુનિસિપલ કમિશનર ઓફિસ છોડી ગયા
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 7:15 AM
Share

છેલ્લા ઘણા વર્ષોથી પીરાણા ડમ્પિંગ સાઇટનો મુદ્દો સતત ચર્ચામાં રહે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા ઘણા સમયથી પીરાણા (Pirana) માં આવેલા કચરાના ડુંગરને હટાવી દેવાની વાતો કરવામાં આવે છે. તેમાંથી વીજ ઉત્પાદન કરવાની પણ વાતો કરવામાં આવે છે. જો કે તે માત્ર વાતો જ છે. હજુ સુધી પીરાણાના કચરાના ડુંગર ઘટવાની જગ્યાએ વધતાને વધતા જતા અંતે વિપક્ષ આકરા મૂડમાં આવી ગઇ. વિપક્ષે મેયર (Mayor) અને મ્યુનિસિપલ કમિશનર કચેરીએ વિપક્ષે ઘેરાવ કર્યો હતો.

અમદાવાદના પીરાણા ડમ્પ સાઈટ મામલે મેયર અને મ્યુનિસિપલ કમિશનર કચેરીએ વિપક્ષે ઘેરાવ કર્યો હતો. મેયરનો ઘેરાવ કરીને ઘણા કોંગ્રેસના નેતાઓએ ડમ્પ સાઈટને લઈને વિરોધ પ્રદર્શન કર્યું. તો જાહેર રોડ પર કોર્પોરેશનનો વિરોધ પણ કર્યો હતો. બીજીબાજુ મ્યુનિસિપલ કમિશનર કચેરીનો પણ ઘેરાવ કરાતા કમિશનર લોચન શહેરા ઓફિસ છોડી ગયા હતા. જેથી તેમના દરવાજાની બહાર વિપક્ષે પોતાની ફરિયાદની અરજી લગાવી દીધી હતી.

પીરાણા ડમ્સ સાઈટની ગંદકીને પગલે આસપાસના વિસ્તારના લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે. તેમજ ઘણી બીમારી ત્યાં ઘર કરી જતા લોકો હેરાન પરેશાન છે. તો બીજીબાજુ વિપક્ષે એએમસીના અધિકારીઓ દ્વારા પીરાણા ડમ્સ સાઈટને લઇને ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ થયો છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે GPCB અને AMC એકબીજા પર દોષનો ટોપલો ઠાલવી રહ્યા છે અને આ ગંદકી હટાવવા માટેની કોઈ કામગીરી પણ થઈ રહી નથી. તેમજ AMC શાસક પણ શા માટે પક્ષ મૌન છે તેવા સવાલો ઉઠાવાયા હતા.

વર્ષોથી પીરાણા ડમ્પ સાઈટની ગંદકીનો લોકો ભોગ બની રહ્યા છે તેની સામે આંખો આડા કાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ બાબતે મેયરે જણાવ્યું કે તમામ કામગીરી ચાલી રહી છે.

સવાલ એ પણ થઈ રહ્યો છે કે અગાઉ પીરાણા ડમ્પ સાઈટ ખાતે કચરામાંથી વીજ ઉત્પાદન કરવા એકમો શરૂ કરવાના હતા. પરંતુ ઘણા એકમો વર્ષોથી બંધ છે અને ઘણા એકમોએ તો મશીનરી પણ અહીં વસાવી નથી. તો સવાલ એ છે કે આવા એકમો સામે ક્યારે કાર્યવાહી થશે. સવાલ એ પણ થાય છે કે પીરાણા ડમ્પ સાઈટની જે મુશ્કેલી છે તે ક્યારે દૂર થશે ? પીરાણામાં આખા શહેરનો કચરો ઠાલવવામાં આવી રહ્યો છે અને કચરાનો ડુંગર દિવસેને દિવસે વિસ્તરતો જઈ રહ્યો છે. જેને પગલે આસપાસના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે પીડાથી લોકોને ક્યારે રાહત મળશે તે મોટો સવાલ છે.

આ પણ વાંચો-

કચ્છ : વિજ પ્રશ્નોને લઇ ખેડૂતોનો વિરોધ, નખત્રાણામાં ઢોલ-થાળી વગાડી ખેડૂતોએ ધરણાં કર્યા

આ પણ વાંચો-

ગાંધીનગર : SSC-HSC પરીક્ષાની તૈયારીની સમીક્ષા, શિક્ષણ મંત્રીએ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી

Follow Us
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
g clip-path="url(#clip0_868_265)">