Gandhinagar: કલોલ રોગચાળા મુદ્દે અમિત શાહની ટકોર બાદ સત્તાધીશો એલર્ટ, રોગચાળાનો મુદ્દો આજે વિધાનસભામાં ગાજશે
કલોલમાં ઝાડા ઉલટીના 500થી વધુ કેસો સામે આવ્યા છે. જેમાં કેટલીક જગ્યાઓ ઉપર પાણીમાં ડ્રેનેજ લાઇન ભળી હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે.
એક તરફ ગાંધીનગર (Gandhinagar)જિલ્લાના કલોલ(Kalol)માં ઝાડા-ઉલ્ટીનો રોગચાળો વકરવા મામલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit shah)ની ટકોર બાદ સત્તાધીશો એલર્ટ થયા છે. ચીફ કમિશનર ઓફ મ્યુનિસીપાલટીઝ રાજકુમાર બેનિવાલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. તો બીજી તરફ કલોલના રોગચાળાનો મુદ્દો આજે વિધાનસભા (Assembly) ગૃહમાં પણ ગાજશે. કોંગ્રેસના બે ધારાસભ્યો આરોગ્યપ્રધાનને મૃતક બાળકીના પરિવારજનોને વળતર આપવા અંગે રજૂઆત કરશે.
કલોલમાં ફેલાયેલા ઝાડા-ઉલ્ટીના રોગચાળાને લઇને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ટકોર બાદ ચીફ કમિશનર ઓફ મ્યુનિસીપાલટીઝ રાજકુમાર બેનિવાલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. ગાંધીનગર કલેકટર, નગરપાલિકાના પ્રમુખ અને સ્થાનિક અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. બેનિવાલે કહ્યું, 40 વર્ષ જૂની પાણીની લાઈનો હોવાથી તાત્કાલિક બદલવામાં આવશે. જયાં પાણીનો પ્રશ્ન છે, ત્યાં પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે અને પાણીના સેમ્પલ દરરોજ લેવામાં આવશે. એક એજન્સીને જવાબદારી સોંપાઈ છે જે પાણીની લાઇન અંગે તપાસ કરશે અને આગામી 10 દિવસમાં રિપોર્ટ સોંપવામાં આવશે. જો કોઈ જવાબદાર હશે તો તેની સામે કડક પગલાં લેવાામાં આવશે.
કલોલમાં ઝાડા ઉલટીના 500થી વધુ કેસો સામે આવ્યા છે. જેમાં કેટલીક જગ્યાઓ ઉપર પાણીમાં ડ્રેનેજ લાઇન ભળી હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે. ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વહીવટી તંત્ર પાસે રોગચાળાને લઈ રિપોર્ટ માગ્યો હતો. તો દર્દીઓને ઝડપી અને યોગ્ય સારવાર મળી રહે તે માટે CM ભૂપેન્દ્ર પટેલ સાથે પણ ચર્ચા કરી હતી.
કલોલનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ગાજશે
કલોલ રોગચાળાનો મુદ્દો આજે વિધાનસભા ગૃહમાં ગાજશે. કોંગ્રેસના બે ધારાસભ્યો આરોગ્યપ્રધાનને રજૂઆતકરશે. ધારાસભ્ય સી.જે.ચાવડા અને બળદેવજી ઠાકોર ગૃહમાં મુદ્દો ઉઠાવી મૃતક બાળકીના પરિવારને સહાય ચૂકવવા રજૂઆત કરશે અને રોગચાળાને કાબૂમાં લેવા શું પગલા લીધા તેનો કોંગ્રેસ સરકાર પાસે જવાબ માગશે. ઉલ્લેખનીય છે કે,દૂષિત પાણીના કારણે કલોલમાં ઝાડા ઉલટીનો રોગચાળો ફાટી નીકળ્યો છે…આ રોગચાળામાં 8 માસની બાળકીનું મોત થયું છે.
આ પણ વાંચો-
ગાંધીનગર : SSC-HSC પરીક્ષાની તૈયારીની સમીક્ષા, શિક્ષણ મંત્રીએ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી
આ પણ વાંચો-