વિજાપુર MLA એ કોંગ્રેસને રામ રામ કર્યા બાદ કરી મનની વાત, જુઓ શું કહ્યું
કોંગ્રેસના ઘારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપ્યુ છે. આમ કોંગ્રેસને વધુ એક ધારાસભ્યએ રામ રામ કર્યા છે. મહેસાણાના વિજાપુરની બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે વર્ષ 2022માં સીજે ચાવડાએ જીત મેળવી હતી. રાજીનામું આપનાર સીજે ચાવડાએ રામ મંદિરને હાલના માહોલના વિરોધમાં કોંગ્રેસના નિર્ણય અને નિવેદનોને લઈને વાત કરી હતી.
લોકસભાની સામાન્ય ચૂંટણીઓ પહેલા વધુ એક ઝટકો કોંગ્રેસને લાગ્યો છે. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી લડનાર સીજે ચાવડાએ હારનો સામનો કર્યો હતો. ત્યારબાદ વિજાપુર વિધાનસભા બેઠક પરથી સીજે ચાવડાને કોંગ્રેસે ટિકિટ આપી હતી. જ્યાં જીત મેળવ્યા બાદ કોંગ્રેસને હવે એક વર્ષ અને એક મહિના બાદ સીજે ચાવડાએ રામરામ કરી દીધા છે.
આ પણ વાંચો: વિદેશમાં MBBS અભ્યાસ માટે એડમીશનના બહાને છેતરપિંડી, અમદાવાદની એજન્સી સામે ફરિયાદ
આ પહેલા સીજે ચાવડા વર્ષ 2017માં પણ ચૂંટણી લડી ચૂક્યા છે. રાજકારણમાં આવતા અગાઉ રાજ્ય સરકારમાં અધિકારી રહી ચૂક્યા છે. રાજીનામું મુકી ટીવી9 સાથે વાતચીતમાં આ નિર્ણય લેવા પાછળના કારણો પણ જણાવ્યા હતા. જુઓ શું કહ્યું.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 19, 2024 02:58 PM
