Porbandar : MLA કાંધલ જાડેજાની કાકી હિરલાબાની ધરપકડ, 3.96 કરોડ રૂપિયાના સાયબર ક્રાઇમનો આરોપ, જુઓ Video
પોરબંદરમાં કેટલાક બેંક ખાતાનો દુરઉપયોગ કરીને મોટા સાયબર કૌભાંડ આચરવામાં હિરલબા જાડેજા અને તેના સાગરિતો સહિત કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.આરોપ છે કે ગુજરાત, કર્ણાટક, યુ.પી. અને તામિલનાડુમાં લોકોને ડિજિટલ અરેસ્ટ કરીને 3.96 કરોડ રૂપિયા વિવિધ બેંક એંકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા.

કૌભાંડની રકમ જે ખાતામાં આવતી હતી, એ બેંક ખાતા ખોલવા માટે આરોપી હિરલબા અને તેના સાગરીતોએ કોટક મહિન્દ્રા બેંકના મેનેજરને પોતાના સૂરજ પેલેસ ખાતે બોલાવીને ત્યાં એકાઉન્ટ ખોલવામાં આવેલા હતા. બેન્ક તરફથી મળતી કીટ જેમાં ચેક બુક,ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ આરોપી રાખી લેતા હતા અને ખાતેદાર કશું આપતા નહીં. સેવાભાવી તરીકેની ઈમેજના કારણે લોકો તેમને આધાર-પુરાવા બેંક ખાતા માટે આપતા હતા. સાઇબર ફ્રોડથી આવતી રકમ માટે અગાઊથી જ સહી કરાવેલા ચેક અથવા ડેબિટ કાર્ડથી એ જ દિવસે નાણાં ઉઠાવી લેતા હતા. હાલ તો હિરલબા અને તેના બે સાગરીત જેલમાં છે અને બાકીના ત્રણ આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી છે.