Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, સિંહોની વસ્તી ગણતરી અને કમોસમી વરસાદ સહિતના મુદ્દા પર થશે ચર્ચા, જુઓ Video
આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગ ખાતે કેબિનેટની બેઠક યોજાશે. સામાન્ય રીતે કેબિનેટની બેઠકમાં વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે.બેઠકમાં ચંડોળા તળાવ ખાતેના ડિમોલિશનના ફેઝ 2 મુદ્દે ચર્ચા થશે
આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગ ખાતે કેબિનેટની બેઠક યોજાશે. સામાન્ય રીતે કેબિનેટની બેઠકમાં વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે.બેઠકમાં ચંડોળા તળાવ ખાતેના ડિમોલિશનના ફેઝ 2 મુદ્દે ચર્ચા થશે. કેબિનેટ બેઠકમાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત આરોગ્ય, શિક્ષણ ,પંચાયત અને મહેસુલ વિભાગના પડતર પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવામાં આવશે. તેમજ રાજ્યમાં સિંહોની વસ્તી ગણતરી મામલે પણ ચર્ચા કરવામાં આવી શકે છે.
ચંડોળા તળાવ ખાતેના ડિમોલિશનના ફેઝ 2 મુદ્દે થશે ચર્ચા
ઉલ્લેખનીય છે કે ગુજરાતની સુરક્ષાને લઈને પણ ચર્ચા કરી શકે છે. તેમજ રાજ્યમાં ઘુસણખોરી કરનાર બાંગ્લાદેશીઓને લઈને પણ ચર્ચા કરી શકે છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો છે. અમદાવાદના ચંડોળા તળાવ ખાતેના ડિમોલિશનના ફેઝ 2 મુદ્દે ચર્ચા કરવામાં આવશે.