કોલેરાથી પાલનપુરમાં વધુ એકનું મોત, મૃત્યુઆંક 4 પર પહોંચ્યો, જુઓ
પાલનપુરમાં કોલેરાનો રોગચાળો વકર્યો છે. કોલેરાને લઈ છેલ્લા બે સપ્તાહ ઉપરાંતથી વિસ્તારમાં આરોગ્ય સહિતની સ્થાનિક ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સફાઈ અને ગંદકી સહિતના બાબતની સ્થાનિકોએ પાલિકા સહિત સ્થાનિક તંત્ર પર આક્ષેપો કરવામાં આવી છે. 300 થી વધારે દર્દીઓ કોલેરા ગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં કોલેરાનો રોગચાળો વકર્યો છે. કોલેરાને લઈ છેલ્લા બે સપ્તાહ ઉપરાંતથી વિસ્તારમાં આરોગ્ય સહિતની સ્થાનિક ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સફાઈ અને ગંદકી સહિતના બાબતની સ્થાનિકોએ પાલિકા સહિત સ્થાનિક તંત્ર પર આક્ષેપો કરવામાં આવી છે. 300 થી વધારે દર્દીઓ કોલેરા ગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગની 25 સહિત 35 જેટલી ટીમો સ્થાનિક રોગચાળા વિસ્તારોમાં કામે લાગી છે.
કોલેરાને લઈ વધુ એક મૃત્યુ થયાનું સામે આવ્યું છે. મંગળવાર રાત્રે પણ એક મહિલાનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં કોલેરાને લઈ ચાર લોકોના મોત નિપજ્યા હોવાની વિગતો છે. કોલેરાને લઈ સ્થાનિક તંત્ર સામે પણ રોષ ફેલાયો છે અને નક્કર કાર્યવાહીની માંગ વર્તાઈ રહી છે.
આ પણ વાંચો: આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
