છોટા ઉદેપુરમાં નગરપાલિકાની બેદરકારી , કુસુમ તળાવમાં વધતી ગંદકીથી લોકો ત્રાહિમામ

છોટા ઉદેપુરમાં રહેણાક વિસ્તારની વચ્ચે જ આવેલા કુસુમ તળાવમાંથી ગંદકી અને જંગલી વનસ્પતિ દૂર કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 10:36 PM

ગુજરાતના(Gujarat)છોટા ઉદેપુરમાં(Chhota Udepur)નગર પાલિકાની બેદરકારીએ શહેરની મધ્યમાં આવેલા રમણીય કુસુમ  સાગર તળાવની (Kusum Sagar Lake) સુંદરતાને ગ્રહણ લાગ્યું છે. જેમાં તળાવમાં ઉગી નીકળેલી જળકુંભીને લીધે મચ્છરનો(Mosquito)ઉપદ્રવ વધ્યો છે. જેથી આસપાસના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રહેણાક વિસ્તારની વચ્ચે જ આવેલા કુસુમ તળાવમાંથી ગંદકી અને જંગલી વનસ્પતિ દૂર કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

છેલ્લા એક વર્ષથી તળાવની માઠી દશા બેઠી છે. જો કે વારંવાર નગર પાલિકામાં રજૂઆતો કરવા છતા પાલિકાના છતાં સત્તાધીસોના પેટનું પાણી હલતું નથી તેમ તળાવની સફાઈ અંગે કોઈ જ કામગીરી કરવામાં આવી નથી.

કુસુમ તળાવની સફાઈ અંગે નગર પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે તળાવમાં ઉગી નેકળેલી જળ કુંભી કાઢવા માટેની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવશે તેમની પાસે 5 વર્ષ માટે મેઇનટેન્સની પણ બાંહેધરી લેવામાં આવશે.હવે જોવાનું રહ્યું કે શહેરની સુંદરતા વધારતા તળાવની દુર્દશા દુર કરવા નગર પાલિકાની કેવી કામગીરી રહેશે.

આ પણ વાંચો : OMICRON : ગુજરાતમાં ઓમિક્રોનના કેસોમાં વધારો, નવા 24 કેસ સાથે રાજ્યમાં કુલ 73 કેસ થયા

આ પણ વાંચો :  ગુજરાતમાં કોરોના વિસ્ફોટ યથાવત, નવા 204 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 1086 થયા, ઓમિક્રોનના નવા 24 કેસ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">