ગુજરાતમાં કોરોના વિસ્ફોટ યથાવત, નવા 204 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 1086 થયા, ઓમિક્રોનના નવા 24 કેસ

Gujarat Corona Update : આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 204 કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 98 એટલે કે નવા કેસના 50 ટકા જેટલા માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે.

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ યથાવત, નવા 204 કેસ સાથે એક્ટીવ કેસ વધીને  1086 થયા, ઓમિક્રોનના નવા 24 કેસ
Gujarat Corona Update 27 December 2021, new 204 cases reported in gujarat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 8:10 PM

GANDHINAGAR : ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ યથાવત છે. છેલ્લા બે દિવસથી 200 નજીક આવેલા નવા કેસ આજે 200ને પાર થયા છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 204 કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 98 એટલે કે નવા કેસના 50 ટકા જેટલા માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. તો આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 1000ને પાર થઇને 1086 પર પહોચ્યો છે.

સૌથી વધુ અમદાવાદ શહેરમાં 98 નવા કેસ નોંધાયા, તો રાજકોટ શહેરમાં 33, સુરત શહેરમાં 22 કેસ, વડોદરા શહેરમાં 16, ગાંધીનગરમાં 4 કેસ નોંધાયા છે. જામનગરમાં કોરોના સંક્રમિત એક દર્દીનું મૃત્યુ થતા રાજ્યમાં મૃત્યુઅંક વધીને 10,114 થયો છે.

રાજ્યમાં 24 ડિસેમ્બરે કોરોના વાયરસના નવા 98 કેસ નોધાયા હતા, જયારે 25 ડિસેમ્બરે સીધા બમણા જેટલા એટલે કે 179 કેસો નોંધાયા હતા, તો ગઈકાલે 26 ડિસેમ્બરે 177 કેસ નોંધાયા હતા અને આજે 200ને પાર 204 નવા કેસ નીધાયા છે. નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસમાં પણ વધારો થયો છે. ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ 948 હતા, જે આજે વધીને 1086 થયા છે.

'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025

રાજ્યમાં આજે કોરોના વાયરસથી મુક્ત થઇને 65 દર્દીઓ સાજા થયા છે, આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8 લાખ 18 હજાર 363 દર્દીઓ કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.

રાજ્યમાં આજે ઓમિક્રોનના 24 નવા કેસ રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો સાથે આજે ઓમિક્રોન વેરીએન્ટના નવા કેસોમાં પણ વિસ્ફોટ થયો છે. આજે રાજ્યમાં ઓમિક્રોનના 24 નવા કેસો નોંધાયા છે. જેની વિગત આ મૂજબ છે :

1) અમદાવાદ શહેરમાં 8 પુરુષ અને 8 સ્ત્રી, કુલ 13 ઓમિક્રોન સંક્રમિત. આમથી 9 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી વાળા છે.

2) અમરેલીમાં વિદેશથી આવેલ એક પુરુષ ઓમિક્રોન સંક્રમિત થયો છે.

3) આણંદમાં વિદેશથી આવેલી એક મહિલા સંક્રમિત થઇ છે.

4) ભરૂચમાં વિદેશથી આવેલ એક પુરુષ ઓમિક્રોન સંક્રમિત થયો છે.

5) ગાંધીનગરમાં ઓમિક્રોનના 4 નવા કેસ આવ્યાં છે, જેમાં 1 પુરુષ અને 3 મહિલા છે. આ તમામ વિદેશથી આવ્યાં છે.

6)રાજકોટ શહેરમાં 3 પુરુષો ઓમિક્રોન સંક્રમિત થયા છે, આ ત્રણેય પુરુષો ટ્રાવેલ હિસ્ટ્રી વગરના છે.

7) વડોદરામાં વિદેશથી આવેલ એક પુરુષ ઓમિક્રોન સંક્રમિત થયો છે.

આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 73 કેસ નોંધાયા છે, જેમાંથી 17 કેસ રિકવર થયા છે.

આ પણ વાંચો : કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું, ગુજરાત આવીને જ શ્રીકૃષ્ણ ‘દ્વારિકાધીશ’ બન્યા

આ પણ વાંચો : સુન્ની વક્ફ બોર્ડે કહ્યું, “બેટ દ્વારકાના બે ટાપુ અમારા”, હાઈકોર્ટે અરજી ફગાવી લગાવી ફટકાર

g clip-path="url(#clip0_868_265)">