CHHOTA UDEPUR : વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં, સુખી ડેમમાંથી પાણી આપવાની માંગ કરાઈ

છોટાઉદેપુરના ખેડૂતો સુખી ડેમમાંથી પાણી આપવાની માંગ કરી રહ્યાં છે. છોટાઉદેપુર જિલ્લાનો એક માત્ર સુખી ડેમ ત્રણ તાલુકાને સિંચાઇનું પાણી પહોચાડે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 7:45 PM

CHHOTA UDEPUR : છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. પાક સુકાઈ રહ્યો છે આ ચિંતા છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને મનોમન સતાવી રહી છે. ખેડૂતોને ખેતીનો ખર્ચો માથે પડશે તેનો પણ ભય છે. વધારે જીવ તો ત્યારે બળે છે કે નજીકમાંથી પસાર થતી કેનાલમાં ડેમમાંથી પાણી છોડવામાં નથી આવતું.. સરકારને આજીજી કરી ખેડૂતોની વિનંતી છે, કે મેઘરાજાએ તો અમારી સામે ન જોયું… કમ સે કમ સરકાર તો અમારા દુઃખ સામે જુએ. ખેડૂતો કહી રહ્યાં છે કે કેનાલમાં ડેમના પાણી આપો તો ઉભો મોલ બચી જાય એમ છે.

છોટાઉદેપુરના ખેડૂતો સુખી ડેમમાંથી પાણી આપવાની માંગ કરી રહ્યાં છે. છોટાઉદેપુર જિલ્લાનો એક માત્ર સુખી ડેમ ત્રણ તાલુકાને સિંચાઇનું પાણી પહોચાડે છે. સુખી ડેમ છોટાઉદેપુરના પાવીજેતપુર અને સંખેડા તાલુકના 92 ગામને પાણી પૂરું પાડે છે. સુખી ડેમમાંથી 17094 હેકટર જમીનમાં સિંચાઈ થાય છે. આ ઉપરાંત પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના 39 ગામને સિંચાઈનું પાણી મળે છે. સુખી ડેમમાંથી 3607 હેકટરમાં સિંચાઈ થાય છે. સુખી ડેમની પૂર્ણ જળ સપાટી 147.82 મીટર છે. સુખી ડેમની કુલ સંગ્રહ શક્તિ 164.24 મિલિયન ધનમીટર છે. હાલ સુખી ડેમમાં 144.21 મીટર પાણીનો સંગ્રહ છે.

સુખી ડેમમાંથી એક સિઝન પાણી આપી શકાય તેવી સ્થિતિ છે તેવું ખેડૂતોનું માનવું છે. અહિં મોટી ખેડૂત મંડળી નથી, આથી સરકારને રજૂઆત કરવામાં પણ ખેડૂતો પાછા પડી રહ્યાં છે ત્યારે ખેડૂતો સરકારને વિંનતી કરી રહ્યાં છે કે, મેઘરાજાની જેમ જો સરકાર પણ નહી રીઝે તેમને માથે હાથ દઈને રોવાનો વારો આવશે.

આ પણ વાંચો : BANASKANTHA : ઘણા દિવસો બાદ આખરે બનાસકાંઠાના દાંતા પંથકમાં મેઘરાજાનું આગમન

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">