છોટાઉદેપુર: અલીરાજપુર પાસે બ્રિજમાં પડ્યું ગાબડું, ઓરસંગ નદી પર વર્ષ 1956માં બનાવાયો હતો બ્રિજ
આ બ્રિજ ઓરસંગ નદી પર આવેલો છે. જેને 1956માં બનાવવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશને જોડતો આ મેઇન બ્રિજ છે. જેના પર દિવસ દરમિયાન હજારો વાહનો પસાર થાય છે. અતિ વ્યસ્ત રહેતા આ બ્રિજનું સમારકામ જલ્દી કરવામાં આવે તેવી માગ કરાઇ છે. તેમજ બ્રિજ પણ સાંકડો હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે.
છોટાઉદેપુરના અલીરાજપુર પાસે આવેલા બ્રિજ પર ગાબડું પડતાં હાલાકી સર્જાઇ છે. નેશનલ હાઇવે 56 પરના બ્રિજમાં એક તરફના રસ્તા પર મસમોટો ખાડો પડી ગયો છે. સ્થાનિકોએ ખાડાની આસપાસ પથ્થર મૂક્યા છે. જેથી વાહન ચાલકો ઓચિંતા ખાડામાં ન પડે. આ ગાબડાના કારણે અકસ્માત થવાનો ભય સર્જાયો છે.
આ પણ વાંચો વીડિયો: નકલી સરકારી કચેરી કેસમાં આરોપીના 70 બેન્ક ખાતામાં રહેલા 3 કરોડ રૂપિયા કર્યા ફ્રીઝ
આ બ્રિજ ઓરસંગ નદી પર આવેલો છે. જેને 1956માં બનાવવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશને જોડતો આ મેઈન બ્રિજ છે. જેના પર દિવસ દરમિયાન હજારો વાહનો પસાર થાય છે. અતિ વ્યસ્ત રહેતા આ બ્રિજનું સમારકામ જલ્દી કરવામાં આવે તેવી માગ કરાઇ છે. તેમજ બ્રિજ પણ સાંકડો હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે.
છોટાઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News