Surat : ડ્રગ્સનો નશો કરી યુવકે BRTS બસમાં કર્યો હોબાળો, ડ્રાયવરને ડ્રગ્સ અને ઇન્જેક્શન બતાવ્યાના CCTV વાયરલ, જુઓ Video
ગુજરાતમાં અવાનવાર નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે સુરતમાં BRTS બસમાં નશાખોર યુવાને ધમાલ કરી છે. જેના પગલે કોર્પોરેશને તપાસના આદેશ આપ્યા છે. કોર્પોરેશનના પરિવહન વિભાગના ચેરમેન દ્વારા આદેશ અપાયા છે.
ગુજરાતમાં અવાનવાર નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે સુરતમાં BRTS બસમાં નશાખોર યુવાને ધમાલ કરી છે. જેના પગલે કોર્પોરેશને તપાસના આદેશ આપ્યા છે. કોર્પોરેશનના પરિવહન વિભાગના ચેરમેન દ્વારા આદેશ અપાયા છે. ડ્રાયવરની ભૂલ હશે તો કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે આ સમગ્ર ઘટનામાં આરોપીની CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી નાખી છે.
BRTS બસમાં નશાખોર યુવાને મચાવી ધમાલ
સુરતની BRTS બસમાં ડ્રગ્સના નશાખોર યુવકે બેફામ ગાળો બોલી ગેરવર્તન કર્યું હતુ.. સાથેના પ્રવાસીએ આ યુવાનનો વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો. ગેરવર્તણૂક બાદ બસના કંડકટર અને સાથી મુસાફરોએ તેને અડધે રસ્તે ઉતરી જવા કહેતા યુવાને કર્યો હંગામો હતો. અડાજણથી કામરેજ જતી BRTS બસમાં ઉત્પાત મચાવ્યો અને બસના કંડકટરને પોતાની પાસે રહેલા ડ્રગ્સનું પેકેટ બતાવ્યું.એટલું જ નહીં મહિલાઓની હાજરીમાં ગાળાગાળી અને કંડકટર સાથે મારામારી કરી છે.
તપાસ દરમ્યાન નશાખોર યુવક પાસેથી કોકેઇન ડ્રગ્સ અને ઇન્જેક્શનની સિરીન્જ મળી આવ્યું છે. જોકે નશાખોર યુવકની આ કરતૂતને શહેરીજનો વખોડી રહ્યા છે.તેમનું કહેવું છે કે આવા નશાખોરો સામે કડક કાર્યવાહી થવી જોઈએ જેથી ફરી આવું કરવાની કોઈ હિંમત ન કરે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલે ચોમાસાના આગામનની કરી આગાહી

સિવિલ હોસ્પિટલમાં અત્યંત વ્યથીત કરનારા લાશોના થયા ઢેર- જુઓ Video

અમદાવાદ પ્લેનક્રેશના ભયાવક વીડિયો, આમથી તેમ ફંગોળાયા માનવ અંગો- Video

વિજય રૂપાણીના લકી નંબર 1206 ના દિવસે જ થયુ તેમનુ મૃત્યુ
