Gujarati VIDEO : લાખોની લાંચ લેનાર CBI અધિકારી ચકમો આપીને ફરાર, એલર્ટ જાહેર કરવામાં આવ્યુ

TV9 GUJARATI

|

Updated on: Mar 29, 2023 | 11:59 AM

ફરાર અધિકારીએ દિવમાં ફરજ નિભાવતા કેન્દ્રીય અધિકારીને ભ્રષ્ટાચારના કેસમાં ફસાવવા અંગે ધમકી આપીને લાંચની માગણી કરી હતી.

Gandhinagar : દસ લાખની લાંચ લેનાર CBI અધિકારી CBI ને જ ચકમો આપીને ફરાર થઈ ગયો. CBI અધિકારીને છટકુ ગોઠવીને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો હતો. પરંતુ અધિકારી ભાગવામાં સફળ થયો હતો. આ અધિકારી કસ્ટડીમાંથી ફરાર થઈ જતા એલર્ટ કરવામાં આવ્યુ છે. આપને જણાવી દઈએ કે, આ CBI અધિકારી મુળ હરિયાણાના વતની છે અને ગાંધીનગરમાં ભ્રષ્ટાચાર શાખામાં ફરજ નિભાવી રહ્યો હતો.

મહત્વપુર્ણ છે કે ફરાર અધિકારીએ દિવમાં ફરજ નિભાવતા કેન્દ્રીય અધિકારીને ભ્રષ્ટાચારના કેસમાં ફસાવવા અંગે ધમકી આપીને લાંચની માગણી કરી હતી.

 ભ્રષ્ટાચારના કેસમાં ફસાવવા અંગે અધિકારીને ધમકી આપી

તો આ તરફ રાજકોટમાં કેન્દ્રીય અધિકારી પણ લાખોની લાંચ લેતા ઝડપાયો હતો, જે બાદ તેમણે આપઘાત કરી લીધો હતો.જે.એમ.બિશ્નોઇ આત્મહત્યા કેસમાં એક તરફ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ મૃતક બિશ્નોઈના પરિવારજનો દ્વારા CBI અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે.ત્યારે હવે મૃતક બિશ્નોઇના પુત્ર આદિત્ય બિશ્નોઇએ ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટને લખેલા પત્રએ ખળભળાટ મચાવી દીધો છે.તેમણે લખેલા પત્રમાં CBI ના અધિકારીઓ સામે હત્યાનો ગુનો નોંધાવો જોઇએ,તેવી માગણી પણ કરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

આ પણ વાંચો : Breaking News : કમોસમી વરસાદથી થયેલા નુકસાનમાં ખેડૂતોને સહાય ચૂકવાશે, કૃષિમંત્રીએ વિધાનસભા ગૃહમાં કરી જાહેરાત

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati