Rajkot : પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર ડમ્પરે કારને અડફેટે, જુઓ Video
રાજકોટમાંથી પણ અકસ્માતની ઘટના સામે આવી છે. નેશનલ હાઈવે પર બેફામ ડમ્પરોનો કેર યથાવત જોવા મળ્યો છે. પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર ડમ્પરે કારને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી છે.
ગુજરાતમાં અવારનવાર અકસ્મતાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે રાજકોટમાંથી પણ અકસ્માતની ઘટના સામે આવી છે. નેશનલ હાઈવે પર બેફામ ડમ્પરોનો કેર યથાવત જોવા મળ્યો છે. પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર ડમ્પરે કારને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી છે.
ધોરાજીના ગુંદાળા ગામ નજીક ડમ્પરચાલકે અકસ્માત સર્જાયો છે. હાઈવેના ડિવાઈડર પર કાર ચઢી ગઈ હતી જેના કારણે 2 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માત સર્જાતા તાત્કાલિક ધોરણે આસપાસના વિસ્તારના લોકો મદદે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માત અંગે ગુનોં નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ST બસ અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત
બીજી તરફ મહેસાણાના વિસનગર-ગાંધીનગર હાઈવે પર અકસ્માત સર્જાયો છે. જેમાં એકનું મોત નિપજ્યું છે. ગોઝારીયા ગામ નજીક ST બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઈકચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. અંબાજીથી જામનગર જતી ST બસના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.