Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર કારમાં લાગી આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં, જુઓ Video
લુણાવાડા-સંતરામપુર હાઈવે પર કારમાં આગ લાગી હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તો આગ કયા કારણોસર લાગી હતી તે અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. બીજી તરફ મહીસાગરના કડાણાના દલા ખાંટના મુવાડા ગામે પણ એક મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગના કારણે ઘરનો તમામ સામાન બળીને ખાખ થયો હતો. જેના કારણે અંદાજે 2 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું હતું.
Mahisagar : મહીસાગરના લુણાવાડા-સંતરામપુર હાઈવે પર કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગમાં કાર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ છે. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તો આગ કયા કારણોસર લાગી હતી તે અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી.
આ પણ વાંચો Mahisagar Video : સગીરા પર દુષ્કર્મ કેસ મામલે જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેકટરને આપ્યું આવેદનપત્ર
બીજી તરફ મહીસાગરના કડાણાના દલા ખાંટના મુવાડા ગામે પણ એક મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગના કારણે ઘરનો તમામ સામાન બળીને ખાખ થયો હતો. જેના કારણે અંદાજે 2 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું હતું. પોલીસે આગ કયા કારણોસર લાગી હતી તે અંગે તપાસ હાથ ધરી છે.
Latest Videos
