અમીરગઢ ગઢ નજીકખી બે સપ્તાહથી ગૂમ યુવકની દાટેલી હાલતમાં લાશ મળી, મર્ડરની દિશામાં પોલીસ તપાસ શરુ
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ખારા ગામેથી એક યુવકની લાશ મળી આવી છે. મૃતક યુવક સ્થાનિક ખારા ગામના સરપંચને ત્યાં જ કામ કરતો હતો. આ પહેલા યુવક ગુમ હોવાની અમીરગઢ પોલીસને જાણ કરવામાં આવી હતી. પરંતુ યુવકને લઈ બે સપ્તાહ બાદ સરપંચે જ લાશ હોવાની શંકા દર્શાવતા પોલીસ સ્થળ પર પહોંચી હતી.
અમીરગઢના ખારા ગામેથી એક લાશ મળી આવી છે. આ લાશ જમીનમાં દાટેલી હાલતમાં હતી અને જેને લઈ પોલીસને સરપંચે જાણ કરી હતી. સરપંચે મૃતદેહ હોવાની આશંકા દર્શાવીને પોલીસને જાણ કરી હતી. જેને લઈ અમીરગઢ પોલીસે સ્થળ પર તપાસ હાથ ધરતા દાટેલી હાલતમાં જે લાશ મળી હતી એ રાજેશ બેગડીયા નામના યુવકની હતી. ચોંકાવનારી હકિકતો એ હતી કે આ યુવક બે સપ્તાહ અગાઉ ગૂમ થયો હોવાની ફરિયાદ પોલીસને મળી હતી.
આ પણ વાંચોઃ પોસ્ટમોર્ટમ કેમ કરવામાં આવે છે? ડેડ બોડી સાથે શું શું કરવામાં આવે છે, જાણો
યુવક ગત ગૂમ હોવા અંગે ગત 3 નવેમ્બરે પોલીસને ફરિયાદ મળી હતી. જોકે ત્યાર બાદ પોલીસે યુવકની શોધખોળ કરી કે કેમ એ જ સવાલ હવે લાશ મળતા થવા લાગ્યો છે. યુવકની લાશ હવે આટલા દિવસો બાદ સરપંચની આશંકાના બાદ દાટેલી હાલતમાં મળતા પોલીસ સામે અનેક સવાલો થવા લાગ્યા છે. યુવકની હત્યા કરીને લાશને દાટી દેવામાં આવી હતી કે કેમ એ એક મોટો સવાલ છે. જોકે હાલ તો હવે જે યુવક ગૂમ હતો એની લાશ મળવાને લઈ તપાસ શરુ કરી છે.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો





