પોસ્ટમોર્ટમ કેમ કરવામાં આવે છે? ડેડ બોડી સાથે શું શું કરવામાં આવે છે, જાણો

મૃત્યુ થવાના અનેક કિસ્સાઓમાં તમે સાંભળ્યું હશે કે લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. પરંતુ ક્યારેય એ સવાલ થયો છે કે પોસ્ટ મોર્ટમ એટલે એ શું છે? શા માટે જરુરી છે પોસ્ટ મોર્ટમ અને એમાં શું કરવામાં આવે છે? પહેલા સાંજ ઢળ્યા બાદ સવાર સુધી પોસ્ટ મોર્ટમ કરવામાં આવતુ નહોતુ. પરંતુ હવે કેટલીક ઘટનાઓમાં છૂટછાટ પણ આપવામા આવી છે.

પોસ્ટમોર્ટમ કેમ કરવામાં આવે છે? ડેડ બોડી સાથે શું શું કરવામાં આવે છે, જાણો
પોસ્ટમોર્ટમ કેમ કરવામાં આવે છે?
Follow Us:
| Updated on: Nov 19, 2023 | 4:30 PM

પોસ્ટમોર્ટમ એટલે કે પીએમ એ મૃત્યુના કારણને જાણવા માટે કરાતી એ જરુરી કાર્યવાહી છે. પોસ્ટ એટલે બાદમાં અને મોર્ટમ આમ મૃત્યુ બાદ મોતમાં કારણને જાણવા માટે પીએમ કરવામાં આવે છે. ખાસ કરીને અકસ્માત, શંકાસ્પદ મોત કે હત્યા સહિતની ઘટનાઓમાં થતા મૃત્યુને લઈ લાશનુ પીએમ કરીને મોતનું કારણ જાણવામાં આવે છે. આ માટે મૃત્યુ બાદ શરીરની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે.

કેવી રીતે કરાય છે પોસ્ટ મોર્ટમ?

રીપોર્ટસ મુજબ મૃત શરીરની છાતી પાસે કટ મુકવામાં આવે છે. જે કટ દ્વારા શરીરની અંદરના કેટલાક પાર્ટસને બહાર નિકાળવામાં આવે છે. મૃત્યુનું કારણ જાણવા માટે જરુરી અંગો એટલે કે કીડની, હ્રદય, લીવર સહિતના કેટલાંક પાર્ટસ બહાર નિકાળવામાં આવે છે. જેને વિસેરા તરીકે પણ ઓળખવામાં આવે છે. જે બાદ તબીબો મૃત્યુ થવાનુ કારણ સંપૂર્ણ તપાસ વડે શોધવાનુ કાર્ય કરતા હોય છે.

સામાન્ય રીતે પોસ્ટમોર્ટમ ડોક્ટર કરતાં હોય છે. જોકે પેથોલોજીસ્ટને આ કાર્ય માટે યોગ્ય માનવામાં આવે છે. પરંતુ પીએમ દરમિયાન જે વિસેરા મેળવવામાં આવે છે એને પેથોલોજીસ્ટ દ્વારા અધ્યયન કરતાં હોય છે. જે બાદ તેઓ મૃત્યુ અંગેના કારણને દર્શાવતા હોય છે.

કેપ્ટન બનતા જ સૂર્યકુમાર યાદવના ખરાબ દિવસ શરૂ, ટીમથી થશે બહાર!
કોહલીની જેમ આ સ્ટાર ખેલાડીએ આખા શરીરે ચિતરાવ્યા ટેટૂ, જાણો કોણ છે
હાર્દિક પંડ્યા પાસેથી છીનવાશે T20ની કપ્તાની, BCCI જલ્દી લેશે નિર્ણય!
સીતાફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા,જાણીને રહી જશો દંગ
ભુલી ગયા છો આધાર કાર્ડનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર? આ રીતે જાણી શકાશે
આજનું રાશિફળ તારીખ : 30-11-2023

આટલા સમયમાં પીએમ કરવુ જરુરી

વ્યક્તિના મૃત્યુમા છ થી દશ કલાકમાં જ પીએમ કરવાનું જરુરી છે. કારણ કે સમય વીતવા લાગતાં જ બોડીમાં ફેરફાર શરુ થતા હોય છેં. બોડી ફુલવા પણ લાગતી હોય છે. આમ મૃત્યુ બાદના થોડાક કલાકોમાં પીએમ કરવાથી મોત અંગે અસલી કારણ જાણી શકાય છે.

ડોક્ટર દ્વારા પીએમ બાદ ૨૪ કલાકમાં જ ઈનીશીયલ રિપોર્ટ આપવામાં આવે છે. આ દરમિયાન વિસેરા ને અધ્યયન કરવા માટે લેબમાં મોકલવામાં આવે છે. જે લગભગ એકાદ બે મહિનામાં વિગતવાર માહિતી સાથે સોંપવામાં આવે છે.

રાત્રે નથી પોસ્ટ મોર્ટમ નથી કરાતુ?

અનેકવાર રાત્રીના સમયે પોસ્ટ મોર્ટમ નહી કરવાનુ સાંભળ્યું હશે. સંધ્યા કાળ થી સવારના પ્રથમ કિરણના સમય દરમિયાન પીએમ કરવામાં આવતુ નથી. આ માટેનુ કારણ પ્રકાશ છે. સામાન્ય લાઈટમાં પીએમ નહીં કરવા માટે ચોક્કસ ગાઇડ લાઇન હોય છે. રાત્રીના અંધકારમાં વીજળીના પ્રકાશથી પીએમ કરતા થોડોક ફરક જોવા મળે છે.

લાઈટના પ્રકાશમાં ઈજાથી નિકળેલ લોહી સ્પષ્ટ રંગમાં જોવા મળવાને બદલે થોડાક અલગ રંગથી જોવાય છે. જે સહેજ જાંબલી જેવા રંગ જેવું દેખાય છે, જે રંગને ફોરેન્સીક સાયન્સમાં ક્યાંય ઉલ્લેખ જ નથી. જોકે હવે કેન્દ્રીય આરોગ્ય વિભાગે આ વ્યવસ્થામાં થોડાક સમયથી ફેરફાર કર્યો છે. જ્યાં રાત્રી પીએમ માટે પૂરતી આધુનિક સગવડો છે ત્યાં પીએમ રાત્રે કરી શકાશે. જ્યાં કુદરતી પ્રકાશની રાહ જોવાને બદલે રાત્રી દરમિયાન જ મોટા ભાગના મૃત્યુ ના કેસમાં પીએમ કરી શકાશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">