બાંગ્લાદેશમાં ક્રુરતાપૂર્વક હિંદુઓની હત્યા કરવામાં આવી રહી છે, આ તુરંત રોકવુ જોઈએ: શંકરાચાર્ય સદાનંદ સરસ્વતિ

|

Aug 11, 2024 | 3:42 PM

અમદાવાદની મુલાકાતે આવેલા દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ બાંગ્લાદેશમાં થઈ રહેલી લઘુમતી હિંદુઓની હત્યાને લઈને નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે સરકારે આના પર તાત્કાલિક કંઈક એક્શન લેવુ જોઈએ અને બાંગ્લાદેશના હિંદુઓને ભારત લાવવા અંગે પણ વિચારવુ જોઈએ.  

બાંગ્લાદેશમાં હિંસક આંદોલન બાદ હિંદુઓને સતત ટાર્ગેટ કરાઈ રહ્યા છે. હિંદુઓ પર સતત અમાનવીય હુમલા કરવામાં આવી રહ્યા છે. તેમની સંપત્તિ, માલ-મિલ્કતને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યુ છે. તેમના ઘરોને સળગાવવામાં આવી રહ્યા છે. હિંદુ દીકરીઓ અને મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. આંદોલનકારીઓએ ક્રુરતાની તમામ હદો પાર કરી દીધી છે. એવા સમયે સમગ્ર વિશ્વ તેના પર મૌન છે. કોઈ ખુલીને આ હિંસક હુમલાઓને વખોડી નથી રહ્યુ. ત્યારે અમદાવાદની મુલાકાતે આવેલા દ્વારકાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ બાંગ્લાદેશના હિંદુઓ મુદ્દે ચિંતા વ્યકત કરી છે. તેમણે જણાવ્યુ કે ગુજરાતના સાધુ સંતો સાથે બાંગ્લાદેશના હિંદુઓ માટે બેઠક કરશુ. હાલ ત્યાં હિંદુઓ ભયાનક સ્થિતિમાં છે.

બાંગ્લાદેશમાં હિન્દુઓ ભયાનક સ્થિતિમાં: શંકરાચાર્ય

શંકરાચાર્ય સદાનંદ સરસ્વતિએ વધુમાં ઉમેર્યુ કે જે લોકો હુમલા કરી રહ્યા છે તેમના શું ઉદ્દેશ્ય છે?તેઓ શું ઈચ્છે છે તે સ્પષ્ટ થવુ જોઈએ. બાંગ્લાદેશમાં હિંસક બનેલા આંદોલનકારીઓ ક્રુરતાપૂર્વક લઘુમતી હિંદુઓને ટાર્ગેટ કરી રહ્યા છે. હિંદુઓ સાથે મારકાપ થઈ રહી છે. આ અત્યંત ભયાનક સ્થિતિ છે. લઘુમતીઓ અને ખાસ કરીને હિંદુઓને ટાર્ગેટ કરીને શોધી-શોધીને મારવામાં આવી રહ્યા છે. ઘરમાં ઘુસીને તેમને મારવામાં આવી રહ્યા છે. આવો અધિકાર તેમને કોણે આપ્યો? આ બંધ થવુ જોઈએ. આ અંગે સરકારે કંઈક વિચારી નિર્ણય લેવો જોઈએ.

સમગ્ર વિશ્વએ બાંગ્લાદેશના હિંદુઓ મુદ્દે અવાજ ઉઠાવવો પડશે: શંકરાચાર્ય

શંકરાચાર્યએ જણાવ્યુ કે પ્રશાસને આ પીડિત હિંદુઓને ભારત લાવવા માટે નિર્ણય લેવો જોઈએ. તેમણે કહ્યુ આજે ભારતમાં રહેતા મુસ્લિમોએ વિચારનું જોઈએ કે તેઓ ભારતથી વધુ ક્યાં સુરક્ષિત છે. શંકરાચાર્યએ જણાવ્યુ કે બાંગ્લાદેશમાં લઘુમતીઓ સાથે થઈ રહેલી હિંસક પ્રવૃતિ સામે સમગ્ર વિશ્વએ એક થઈ અવાજ ઉઠાવવો પડશે.માનવતા, માનવીય મૂલ્યોની રક્ષા માટે આગળ આવવુ પડશે. શંકરાચાર્યએ હિંસક આંદોલનકારીઓને ઉલ્લેખીને પણ સવાલ કર્યો કે શું તેમના ધર્મમાં આવી હિંસા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. શંકરાચાર્યે જણાવ્યુ કે ધર્મનુ પૂરતુ જ્ઞાન નથી મળ્યુ હોતુ આથી જ અજ્ઞાનને કારણે આ થઈ રહ્યુ છે. જેમા હજારો લોકોને મારવામાં આવી રહ્યા છે આ તુરંત રોકવુ જોઈએ.

Kisan helpline number : ફક્ત એક કોલ પર જ મળી જશે ખેતીને લગતી માહિતી, SMS થી કરાવો રજીસ્ટ્રેશન
PM મોદીના ડાયટમાં સામેલ છે સરગવો, તેના પાનની આ રીતે બનાવો ચટણી
આજનું રાશિફળ તારીખ : 17-09-2024
એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:40 pm, Sun, 11 August 24

Next Article