Rain News : જામનગરમાં એક પુલ માટે ત્રણ-ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા, 5 વર્ષ પૂર્ણ છતાં ન બન્યો પુલ, જુઓ Video
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે જામનગર નજીક આવેલા જૂના નાગ અને નવા ગામને જોડતા પુલને બનાવવા માટે વર્ષ 2021માં સરકાર દ્વારા 2.40 કરોડનો ખર્ચ મંજૂર કરાયો હતો.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે જામનગર નજીક આવેલા જૂના નાગ અને નવા ગામને જોડતા પુલને બનાવવા માટે વર્ષ 2021માં સરકાર દ્વારા 2.40 કરોડનો ખર્ચ મંજૂર કરાયો હતો. પરંતુ હજુ સુધી પુલ બનાવવાની કામગીરી કરાઈ નથી. બે-બે વખત ટેન્ડર પ્રક્રિયા થઈ પરંતુ પુલ ન બનતા હાલ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
ચોમાસામાં પાણી ફરી વળતા ગામનો રસ્તો બંધ થઈ જતા અવરજવરમાં હાલાકી પડે છે. આ ખાસ કરીને ઈમરજન્સી હોય ત્યારે લોકો મોટી મુશ્કેલી ઉભી થાય છે. બાળકો પણ શાળાએ જઈ શકતા નથી. તંત્રને અનેકવાર રજૂઆત છતાં હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી.
સરકારે પુલ માટે ફાળવ્યા હતા 2.40 કરોડ
ઉલ્લેખનીય છે કે પુલની કામગીરી અટકવાનું કારણ એ પણ છે કે 19 જૂન 2023માં ટેન્ડર પ્રક્રિયા થતા કામ સોંપાયું હતુ. પરંતુ મુદ્દત પૂર્ણ છતા કામગીરી ન થતા જે તે એજન્સીને ટર્મિનેટ કરાઈ હતી. હવે ફરીથી ટેન્ડર પ્રક્રિયા કરી જેમાં 2.32 લાખનો ખર્ચ મંજૂર થયો છે. આ સાથે જ ચોમાસા બાદ પુલની કામગીરી શરુ કરાશે. હવે તાત્કાલિક ધોરણે પુલ બનાવવામાં આવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યાં છે.
