Breaking News : વાઈબ્રન્ટ ગુજરાતને લઈને, ભારત મંડપમમાં CM ભૂપેન્દ્ર પટેલ અને DyCM હર્ષ સંઘવીની હાજરીમાં કર્ટન રેઝર કાર્યક્રમ

| Edited By: | Updated on: Aug 31, 2026 | 11:29 AM

વાઇબ્રન્ટ ગુજરાત એ ગુજરાત સરકારનું દ્વિવાર્ષિક વૈશ્વિક વ્યાપાર સમિટ છે.દિલ્લીમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027નો કરટેન રેઝર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે CM અને DyCM વિવિધ કંપનીઓના CEO સાથે બેઠક કરશે.

દિલ્લીમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027નો કરટેન રેઝર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત મંડપમમાં CM ભૂપેન્દ્ર પટેલ અને DyCM હર્ષ સંઘવીની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરાયું છે. 10થી 12 જાન્યુઆરી 2027માં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાશે.આજે CM અને DyCM વિવિધ કંપનીઓના CEO સાથે બેઠક કરશે.

AI ક્ષેત્રે રોકાણ માટે વિશેષ ચર્ચા

ગ્રીન એનર્જી, સેમિકન્ડક્ટર, ઓટોમોબાઇલ ક્ષેત્રોમાં રોકાણ અંગે ચર્ચા કરશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને AI ક્ષેત્રે રોકાણ માટે વિશેષ ચર્ચા કારેશ.​સાંજે વિવિધ દેશોના મિશન હેડ્સ અને કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે સંવાદનું આયોજન કરાયું છે.તમને જણાવી દઈએ કે, ગુજરાત સરકારે 31 ઓગસ્ટ, 2026 ના રોજ નવી દિલ્લીમાં આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 (10-12 જાન્યુઆરી, 2027) માટે એક સમારોહનું આયોજન કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી હર્ષ સંઘવીએ ભારત મંડપમ અને હોટેલ તાજ પેલેસમાં ઉદ્યોગપતિઓ અને રાજદ્વારીઓ સાથે ચર્ચા કરી.

વાઇબ્રન્ટ ગુજરાત એ ગુજરાત સરકારનું દ્વિવાર્ષિક વૈશ્વિક વ્યાપાર સમિટ છે. રાજ્યમાં રોકાણ, વેપાર અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી.

 

 

‘દાદા’ના હુલામણા નામથી જાણીતા CMના પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Published on: Aug 31, 2026 11:02 AM
Follow Us
Loading...
Unable to load recommendations.