Breaking News : પૂર્વ CM સ્વ. વિજય રુપાણીના પાર્થિવ દેહને એરક્રાફ્ટથી રાજકોટ લઈ જવાશે, જુઓ Video
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અચાનક નિધન થતા રાજ્યમાં શોકનું વાતાવરણ છવાયું છે. તેમના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવાની તૈયારીઓ તેમના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટીમાં કરવામાં આવી છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિમાની દુર્ઘટનામાં અચાનક નિધન થતા રાજ્યમાં શોકનું વાતાવરણ છવાયું છે. તેમના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવાની તૈયારીઓ તેમના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટીમાં કરવામાં આવી છે. સત્તાવાર ડીએનએ મેળ ખાવાની પુષ્ટિ બાદ આ તૈયારીઓ શરૂ થઈ છે. રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે આ કાર્યમાં સહયોગ આપી રહ્યા છે.
પ્રકાશ સોસાયટીમાં આવેલા રૂપાણીના નિવાસસ્થાન પર ભાજપના અનેક અગ્રણી નેતાઓ પહોંચી ગયા છે. ભાજપના સિનિયર નેતા ધનસુખ ભંડેરી અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે તૈયારીઓની સમીક્ષા કરી છે. પોલીસ દળ પણ પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી રહ્યું છે. આયોજન મુજબ, પાર્થિવ શરીરને ગાંધીનગરથી રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી પર લાવવામાં આવશે. ત્યાંથી તેમને શહેરમાં સન્માન સાથે લાવવામાં આવશે અને પ્રકાશ સોસાયટી ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.
પાર્થિવ દેહને એરક્રાફ્ટથી રાજકોટ લઈ જવાશે
ત્યારબાદ રાજકોટ ખાતે આવેલા સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ અંતિમ યાત્રા દરમ્યાન જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેથી ટ્રાફિકને નિયંત્રણમાં રાખી શકાય. સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં લોકો તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમટી પડે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને વ્યવસ્થાના પૂરતા પ્રબંધો કરાયા છે. રૂપાણી પરિવાર ટૂંક સમયમાં જ અંતિમ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરશે. વિજય રૂપાણીના પત્ની આવતી કાલે પાર્થિવ દેહ સાથે વિશેષ પ્રોટોકોલ સાથે રાજકોટ જવા રવાના થશે.