Breaking News: નબીરા તથ્ય પટેલની વધુ એક કેસમાં ધરપકડ, સિંધુભવન પાસે કેફેમાં થાર કાર ઘુસાડી તોડી હતી દીવાલ, જુઓ Video

Breaking News: નબીરા તથ્ય પટેલની વધુ એક કેસમાં ધરપકડ, સિંધુભવન પાસે કેફેમાં થાર કાર ઘુસાડી તોડી હતી દીવાલ, જુઓ Video

Mihir Soni
| Edited By: | Updated on: Jul 31, 2023 | 11:03 PM

અમદાવાદ સિંધુભવન અકસ્માત કેસમાં ટ્રાન્સફર વોરંટથી પોલીસે નબીરા તથ્ય પટેલની ધરપકડ કરી છે. કેફેમાં થાર કાર ઘુસાડી દીવાલ તોડી હોવાના ગુનામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

નબીરા તથ્ય પટેલની વધુ એક કેસમાં પોલીસે ધરપકડ કરી છે. એન ડિવિઝન ટ્રાફિક પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે. સિંધુભવન અકસ્માત કેસમાં ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી છે. સિંધુમભવન પાસે કેફેમાં થાર કાર ઘુસાડી દીવાલ તોડી હોવાની જે ઘટના બની હતી જેમાં આરોપી તથ્ય પટેલ ફસાયો છે.

આ પણ વાંચો : Gujarat Video : અમદાવાદના ઇસ્કોન બ્રિજ પરના ચકચારી અકસ્માત કેસના આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલની કથિત ઓડિયો ક્લિપ વાયરલ

અકસ્માતના આદી તથ્ય પટેલની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે કારણ કે એક બાદ એક નવા તથ્યના કારનામાં સામે આવી રહ્યા છે. જેમાં પોલીસ તપાસમાં નબીરા તથ્ય પટેલની વધુ એક કેસમાં ધરપકડ કરવાામાં આવી. જેમાં સિંધુભવન અકસ્માત કેસમાં એન ડિવિઝન ટ્રાફિક પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે તથ્યની ધરપકડ કરી છે. તથ્ય એ સિંધુભવન પાસે પોતાની થાર કાર કેફેમાં ઘુસાડી ત્યાની દીવાલ તોડી હતી. જે મુદ્દે ટ્રાફિક પોલીસે તથ્ય પટેલ સામે કાર્યવાહી પણ કરી હતી.

ગત 3જી જુલાઇના રોજ વહેલી સવારે પોણા ચાર વાગે થારને મોવ કાફેેની દિવાલ પર થારને અથડાવી હતી. જે બાદ તે ફરાર થઇ ગયો હતો. જો કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. જો કે કાફેના માલિકે તે સમયે ફરિયાદ નોંધાવી નહોતી પણ તથ્યના પિતા પ્રજ્ઞોશે આ મામલે સમાધાન કરી લીધું હતું. પરંતુ, જેગુઆર કારથી નવ લોકોના મોતની ઘટના બાદ કાફેના માલિક મિહિર શાહે એન ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જો કે આ સમયે તથ્ય દારૂ કે અન્ય કેફી દ્રવ્યના નશામાં કાર ચલાવતો હતો કે કેમ? તે પુરવાર કરવું પોલીસ માટે શક્ય નથી.

પંરતુ, એન ડીવીઝન પોલીસે તેની પુછપરછ કરી હતી કે તે ક્યાં ગયો હતો? અને ક્યાંથી જઇ રહ્યો હતો?જેમાં જાણવા મળ્યું હતું કે તે એક કાફેમાં મિત્રોને મળવા માટે ગયો હતો અને ત્યાંથી પરત ઘરે જઇ રહ્યો હતો. ત્યારે અકસ્માત થયો હતો.એન ડીવીઝનમાં નોંધાયેલો ગુનો જામીન લાયક હોવાથી પોલીસે તેની ધરપકડ કર્યા બાદ પુછપરછ કરીને ફરીથી સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલી આપ્યો હતો. બાદમાં આગામી દિવસોમાં ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પણ ધરપકડ કરશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 31, 2023 06:41 PM
g clip-path="url(#clip0_868_265)">