Breaking News : વડોદરા 5 વર્ષની બાળકીનું શંકાસ્પદ મોત થયું, પરિવારે લગાવ્યો આ આરોપ
ગુજરાતમાં અવારનવાર નશાકારક પદાર્થો ઝડપાતા હોય છે. વડોદરામાંડૉક્ટરની ચિઠ્ઠી વગરની કફ સિરપ પિવડાવતા બાળકીનું શંકાસ્પદ મોત થયું છે.
વડોદરા પાંચ વર્ષની બાળકીનું શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યો છે. જેમાં જાણવા મળ્યું છે કે, ડૉક્ટરની ચિઠ્ઠી વગરની કફ સિરપ પિવડાવતા મોતનો આક્ષેપ છે. મેડિકલ સ્ટોરથી લાવેલી સિરપ પીવડાવ્યા બાદ બાળકીની તબિયત લથડી હતી,
સારવાર માટે હોસ્પિટલ લઈ જવાય તે પહેલાં બાળકીનું મોત થયું હતુ.બાળકીના માસીએ દવાની આડઅસરની આશંકા વ્યક્ત કરી છે.ન્યાયની માંગ સાથે હોસ્પિટલ ખાતે સંબંધીઓનો આક્રોશ જોવા મળ્યો હતો.આ સમગ્ર બનાવની જાણ થતાં ACP આર.ડી.કવા ગોત્રી હોસ્પિટલ પહોંચ્યા હતા.પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.
બાળકીની તબિયત લથડી
મૃતક બાળકીના માતા-પિતા હયાત ન હોવાથી બાળકી પોતાના દાદા-દાદી સાથે રહેતી હતી. થોડા દિવસો પહેલા બાળકીને શરદી-ખાંસી થતા બાળકીના કાકા પોતાના જ મેડિકલ સ્ટોરથી કફ સિરફ લાવ્યા હતા અને એ બાળકીને આપવામાં આવી હતી.પોલીસના જણાવ્યા અનુસાર કપ સિરપ પીવડાવ્યાના બીજા દિવસે બાળકી તંદુરસ્ત હતી પરંતુ ગતરાત્રિએ બાળકીની તબિયત લથડી હતી.
દવાની આડમાં નશાકારક કફ સિરપ
ગુજરાતમાં અવારનવાર નશાકારક પદાર્થો ઝડપાતા હોય છે. ત્યારે ગત્ત વર્ષે વડોદરામાં નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું હતુ. બાતમીની આધારે SOGએ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દવાની આડમાં નશાકારક કફ સિરપનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. પોલીસે રેડ કરી 2570 નંગ સિરપ કબજે કરી હતી. પોલીસે સિરપ સહિત કુલ 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.